પીઝા (pizza recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
2 ડુંગળી અને 2 ટામેટા અને એક લસણ મિક્સરમાં ક્રશ કરી લો. એક તપેલીમાં ૨ ટેબલસ્પૂન તેલ લઈને ડુંગળી ટામેટાંની પેસ્ટને ચડવા દો. પછી તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હબ્સૅ અને મીઠું નાખીને થોડી વાર ચઢવા દો. એટલે પીઝા સોસ તૈયાર....
- 2
મકાઈને છોલી ને દાણા કાઢીને કૂકરમાં બાફી લો. ડુંગળી, ટામેટા અને કેપ્સીકમ ને ઝીણા સમારી લો.
- 3
ચીઝ ને છીણી લો.
- 4
પીઝા બેઝ ને તેલ લગાવીને એક બાજુ શેકી લો.
- 5
પીઝા સોસ મા ટોમેટો કેચઅપ એડ કરીને મિક્સ કરી દો.
- 6
હવેથી શેકાયા વગર નો ભાગ ફ્રાયપેનમાં નીચે રાખીને પીઝા બેઝ મૂકો તેની ઉપર ટોમેટો કેચપ પીઝા સોસ વાળી પેસ્ટ લગાવો. તેને ઉપર કોર્ન, કેપ્સિકમ, ડુંગળી અને ટોમેટો મૂકો.
- 7
તેની ઉપર છીણેલી ચીઝ મૂકો અને ઢાંકીને બે મિનિટ માટે ચઢવા દો. પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે પીઝા.. પછી તેને કટ કરીને સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14583448



















ટિપ્પણીઓ