ચિલાઝા (Chilaza Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta @cook_26548237
ચિલાઝા (Chilaza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગની દાળ અને ચણાની દાળ ને અલગ અલગ પલાળી લો. ૧ કલાક સુધી રહેવા દો. પછી તેને અલગ અલગ મિક્સરમાં ક્રશ કરી મિક્સ કરી લો.
- 2
પછી તે ખીરામાં મીઠું, હીંગ, મરચા ની પેસ્ટ, કોથમીર બધું ઉમેરી મિક્સ કરી લો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો.
- 3
પીઝા સોસ બનાવી લો.
- 4
હવે તવી પર થોડું તેલ મુકી ખીરું પોર કરી નાની સાઈઝ ના ચિલા પાથરો, તેના ફરતે થોડું તેલ લગાવી લો. બંને બાજુએ શેકાય પછી તેના પર પીઝા સોસ પાથરો, તેના પર ટામેટાં, કેપ્સીકમ, કોબીજ થોડા થોડા ભભરાવો, તેના પર ચિલી ફ્લેક્સ, ઓરેગાનો ભભરાવો. છીણેલું ચીઝ ભભરાવો. ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14588597












ટિપ્પણીઓ