લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)

લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટીની છાલ ઉતારી, મીઠું ઉમેરી, બાફી લો. હવે એક મિક્સર જારમાં લસણની કળી ઉમેરી, તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, જીરું પાઉડર, ધાણાજીરું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી, તેણી પેસ્ટ તૈયાર કરો.હવે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો અને આ પેસ્ટમાં 2-3 ચમચી પાણી ઉમેરી હલાવી લો.
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ ઉમેરી, તેમાં બટેટીને ગોલ્ડન બ્રાઉન રોસ્ટ કરી, સાઈડ પર રાખો.હવે બીજી બાજુ બીજી પેનમાં 3 ચમચી તેલ મૂકી, તેમાં ચણાનો લોટ ઉમેરો અને તેને લો ફ્લેમ પર રોસ્ટ કરો.ત્યારબાદ તેમાં અગાઉ તૈયાર કરેલ ગાર્લિક પેસ્ટ ઉમેરો.તેને બરાબર હલાવી તેમાં પાણી ઉમેરીને ફરીથી હલાવી લો.
- 3
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી, લો ફ્લેમ પર ઘટ્ટ થવા દો.2-3 મિનિટ બાદ ગેસ બંધ કરી, 1 ચમચી લીંબુનો રસ ઉમેરો.ત્યારબાદ તેમાં રોસ્ટ કરેલી બટેટી પણ ઉમેરી, હલાવી લો અને 15-20 મિનિટ મેરીનેટ થવા દો.
- 4
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી, ભૂંગળા તળી લો.તૈયાર થયેલા લસણીયા બટેકાને સર્વિંગ ડીશમાં કાઢી, ઉપરથી મસાલા શીંગ, સમારેલ ડુંગળી અને સમારેલ કોથમીર ઉમેરી, તળેલા ભૂંગળા (પાઇપ) સાથે સર્વ કરો.તો તૈયાર છે એકદમ ચટપટા અને તીખા લસણીયા ભૂંગળા બટેકા.
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (5)