ગ્રીલ મેગી ફ્રેન્કી
#Maggimagicinminutes#collab
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં રવો મીઠું અને બટર ઉમેરી થોડો નરમ લોટ બાંધો 15 મિનિટ ઢાંકીને રાખો તેના મોટા પરોઠા વણી લોઢી પર કાચા પાકા શેકો ઠંડા થવા દેવા
- 2
એક તપેલીમાં પાણી લઈ મીઠું ઉમેરી મેગી નૂડલ્સને ઉકળતા પાણીમાં ઉમેરી બે મિનીટ પછી ઓસાવી ઉપર ઠંડું પાણી રેડો
- 3
એક કડાઈમાં બટર મૂકી તેમાં આદુ મરચા ડુંગળી ઉમેરી એક મિનિટ સાંતળો ત્યારબાદ તેમાં ગાજર અને બીટ કેપ્સીકમ ઉમેરવી બે મિનિટ સાંતળી તેમાં કોબીજનું છીણ અને ગાજરનું છીણ ઉમેરો તેમાં સંચર પાઉડર ચીલી ફ્લેક્સ અને મેગી નૂડલ્સ નો મસાલો ઉમેરો બધું મિક્સ કરી તેમાં બાફેલી નૂડલ્સ ઉમેરી ગેસ પરથી નીચે ઉતારી ઠંડું કરવું
- 4
પરોઠા પર મેગી હોટ એન્ડ સ્વીટ ચીલી ટોમેટો સોસ લગાવી તેના પર સ્ટફિંગ મૂકો તેની પર કોબીજનું છીણ મૂકવો રોલ કરી ગ્રીલ સેન્ડવીચ ટોસ્ટરમાં બંને બાજુ બટર લગાવી મૂકો તો તૈયાર છે ગ્રીલ મેગી ફ્રેન્કી
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ