દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને ત્રણથી ચાર કલાક પલાળવી પછી તેને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લેવી
- 2
તૈયાર થયેલ મિશ્રણમાં લીલા મરચા ની કટકી મીઠું અને જીરું નાખી ખીરું તૈયાર કરવું
- 3
પછી એક લોયામાં તેલ મુકવું તેલ ગરમ થાય પછી તૈયાર કરેલ ખીરા ના વડા હાથ વડે પાડવા પછી મીડીયમ તાપે તેને તળવા
- 4
વડા તૈયાર થઈ જાય પછી તેને પાણી ભરેલા તપેલામાં ડૂબાડવા જેથી તે વધુ સોફ્ટ થઈ જાય
- 5
પછી પાણીમાંથી વડા દબાવીને બારે કાઢી એક બાઉલમાં રાખો પછી તેના પર દહીં જીરુ પાઉડર મરચાની ભૂકી ગરમ મસાલો દાડમના દાણા તરેલા બી કોથમીર આ બધું નાખીને દહીં વડા તૈયાર કરો જમવામાં ખુબ જ સરસ લાગતા બધાને ભાવતી આ વાનગી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14664920











ટિપ્પણીઓ (4)