દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Kumud Vyas
Kumud Vyas @cook_25373450
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ વ્યક્તિ માટે
  1. 300 ગ્રામઅડદની દાળ
  2. 1 કિલોમીઠું દહીં
  3. 5 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1 ચમચીમરચાની ભૂકી
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1દાડમ ના દાણા
  8. 100 ગ્રામ તરેલા બી
  9. 1મોટું મરચું
  10. 1 ચમચીજીરૂ
  11. વડા તળવા માટે તેલ
  12. કોથમીર ઉપર છાંટવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અડદની દાળને ત્રણથી ચાર કલાક પલાળવી પછી તેને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લેવી

  2. 2

    તૈયાર થયેલ મિશ્રણમાં લીલા મરચા ની કટકી મીઠું અને જીરું નાખી ખીરું તૈયાર કરવું

  3. 3

    પછી એક લોયામાં તેલ મુકવું તેલ ગરમ થાય પછી તૈયાર કરેલ ખીરા ના વડા હાથ વડે પાડવા પછી મીડીયમ તાપે તેને તળવા

  4. 4

    વડા તૈયાર થઈ જાય પછી તેને પાણી ભરેલા તપેલામાં ડૂબાડવા જેથી તે વધુ સોફ્ટ થઈ જાય

  5. 5

    પછી પાણીમાંથી વડા દબાવીને બારે કાઢી એક બાઉલમાં રાખો પછી તેના પર દહીં જીરુ પાઉડર મરચાની ભૂકી ગરમ મસાલો દાડમના દાણા તરેલા બી કોથમીર આ બધું નાખીને દહીં વડા તૈયાર કરો જમવામાં ખુબ જ સરસ લાગતા બધાને ભાવતી આ વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kumud Vyas
Kumud Vyas @cook_25373450
પર

Similar Recipes