મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)

મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલ લોટ માં ઘી અને દૂધ ઉમેરી હાથ થી બરાબર મિક્સ કરો. પછી તેને થેપિ ૩૦ મીનીટ માટે ઢાંકિ દો. અને ધાબો દીધો કહેવાય. ૩૦ મીનીટ પછી ચોખા ની ચાયણી થી ચાલી લો.
- 2
એક્ મોટી કડાઈ માં ઘી ઉમેરી ઘી પિગડે એટલે લોટ ઉમેરી ધીમા તાપે સતત હલાવો. ૧૫-૧૭ મીનીટ સુધી હલાવો. ઘી છુટું પડવા માંડે, અને લોટ નો કલર બ્રાઉન થાય ત્યા સુધી શેકો.
પછી ગેસ બંધ કરો, અને થોડું થોડું દૂધ ઉમરે તા જાવ. પછી ગેસ ચાલુ કરી હલાવો, દૂધ બડી જાય એટલે કડાઈ નીચે ઉતરી લો. (દૂધ ની જગ્યા એ માવો પણ ઉમેરી શકાય) - 3
એક્ તપેલી માં ખાંડ ઉમેરી ખાંડ ડૂબે તેટલૂ પાણી ઉમેરો., અને ધીમા તાપે હલાવો, તેમા ઇલાયચિ પાઉડર ઉમેરો, અને પાણી માં પાલાડે લૂ કેસર ઉમેરો,. ૨- તાર ની ચાસણી કરો. પછી તેને લોટ માં ઉમેરો, અને બરાબર મિક્સ કરો. પછી તેમા ૩- ચમચી ઘી ઉમેરો, મિક્સ કરો.
- 4
પછી તેને તેલ થી ગ્રીસ કરેલી ડિશ માં પાથરી દો. ઉપર થી ચારોડી પાથરો, પિસ્તા ની કતરણ પાથરો, અને બદામ પાણ પાથરો. ડિશ ને ઢાંકી ૭-૮ કલાક માટે મૂકી દો. પછી તેના પીસ કરો અને મોહન ને થાળ ધરાવો,
- 5
આભાર(મોહનથાળ એટલે ભાગવાન મોહન નો થાળ, ભગવાન ને મોહનથાળ ખુબ્જ પ્રિય હતો એટલે અનુ નામ મોહનથાળ પડયુ.)
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (15)