ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)

ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મિક્સરની એક જારમાં બે કપ રવો લઈ તેને ગ્રાઈન્ડ કરી લો. જો ઝીણો રવો હોય તો ગ્રાન્ડ કરવાની જરૂર નથી.
- 2
હવે એક વાસણમાં રવો કાઢી તેમાં 1/2 કપ ઘઉંનો લોટ અને ૧ કપ દહીં ઉમેરો. હવે બધું બરાબર મિક્સ કરીને બે મિનિટ સુધી તેને whisk કરવાનું છે.
- 3
રેગ્યુલર ઢોસાના ખીરા જેટલું જ આ ખીરું પણ જાડુ રાખવાનું છે માટે જરૂર પ્રમાણે થોડું-થોડું પાણી એડ કરો અને બરાબર હલાવતા રહો. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી અને બેટર ને ઢાંકીને 1/2કલાક માટે રેસ્ટ આપો.
- 4
હવે ત્યાં સુધીમાં તેમાં ફીલ કરવા નો મસાલો તૈયાર કરી લો. ઝીણી સમારેલી ડુંગળી માં ઉપર જણાવેલા ટામેટાં સિવાયના બધા ઘટકો મિક્સ કરો.
- 5
હવે 1/2કલાક પછી ખીરામાં બેકિંગ સોડા ઉમેરી જો ખીરુ વધારે જાડું હોય તો જરૂર પ્રમાણે પાણી ઉમેરી ધીરુ બરાબર મિક્સ કરી લો અને નોનસ્ટીક પેન પર ઢોસો પાથરો.
- 6
પાથરેલા ઢોસા પર બટર લગાવી સૌથી પહેલા ડુંગળી અને સિમલા મિર્ચ વાળુ સલાડ લગાવો હવે તેના પર ટામેટા અને થોડી કોથમીર ભભરાવો અને તવેથા થી મસાલો બરાબર ઢોસા પર સ્પ્રેડ કરી દો.
- 7
ઢોસો નીચેથી ક્રિસ્પી અને બ્રાઉન કલરના થઈ જાય એટલે નીચે ઉતારી લો અને નાળિયેરની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (5)