લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ડુંગળી લસણ ને ઝીણા સમારી લો પાલકને બ્લાંચ કરી તેની પ્યુરી બનાવી લો. મગની દાળ અને ચોખા ની ખીચડી જેમ આપણે બનાવીએ છીએ તે જ રીતે બનાવી લો
- 2
હવે એક કડાઈમાં વઘારનું તેલ મૂકી તેમાં બધા જ આખા મસાલા ઉમેરી તે થાય એટલે તેમાં 1/2લસણની કળી ઝીણી સમારેલી અને ડુંગળી નાખી સાંતળી લો... ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરો
- 3
ટામેટા બરાબર ચડી જાય એટલે પાલકની પ્યુરી ઉમેરી બરાબર હલાવી લો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરોબર હલાવી દો ખીચડી કરતી વખતે મીઠું તેમાં નાખેલું હોય એટલે અહીં એ મુજબ મીઠું નાખવું ત્યારબાદ તેમાં ખીચડી ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 4
હવે સર્વિંગ બાઉલમાં કાઢી પરથી લસણનો વગર કરો તેના માટે 2 ચમચી ઘી ગરમ કરો બાકી વધેલી લસણની કળી તેમાં ઉમેરી બે આખા લાલ મરચા ઉમેરો લસણ થોડું સંતળાઈ અને લાલ થાય ત્યાં સુધી રાખો ત્યારબાદ તેમાં એક ચમચી મરચું પાઉડર ઉમેરી બનાવેલી ખીચડી પર આ વઘાર રેડી દો.... ત્યારબાદ ખીચડી ને ગરમા ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (4)