રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ રવો
  2. ૧ બાઉલ દહીં
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. પાણી બેટર બનાવવા માટે
  5. મસાલો બનાવવા માટે
  6. બાફેલા બટાકા
  7. ડુંગળી
  8. ટામેટા
  9. લીલા મરચા
  10. ૧ ચમચીજીરું
  11. ૧/૨ ચમચી હિંગ પાઉડર
  12. ૧ ચમચો તેલ
  13. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  14. ૧/૪ ચમચી હળદર
  15. મીઠા લીમડા ના પાન
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવા ને મિક્સર જાર માં લઈ ક્રશ કરવું.પછી તેમાં દહીં, મીઠું અને પાણી નાખી બેટર રેડી કરવું. બેટર ને થોડી વાર રેસ્ટ આપવો.

  2. 2

    મસાલો બનાવવા માટે બટાકા ને છોલી ને કટકા કરવા.ડુંગળી, ટામેટા અને મરચા ઝીણા સમારવા.

  3. 3

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ એડ કરી જીરું તતડે એટલે ડુંગળી એડ કરી સાંતળવી. ડુંગળી સંતળાય પછી તેમાં ટામેટા અને મરચા એડ કરવા.

  4. 4

    ટામેટા થોડા ચડે પછી તેમાં બટાકા એડ કરી બધા મસાલા નાખી મિક્સ કરવું.પછી તેમાં કોથમીર એડ કરવી.મસાલો રેડી છે.

  5. 5

    એક નોન સ્ટિક પેન ગરમ કરી તેમાં બનાવેલ રવા નું બેટર ચમચા થી પાથરી દેવું.થોડું ચડે પછી તેમાં બટાકા નો મસાલો નાખી ને ફોલ્ડ કરવો

  6. 6

    તેલ એડ કરી ને બન્ને બાજુ ક્રિસ્પી થવા દેવું

  7. 7

    તૈયાર છે રવા મસાલા ઢોસા.સર્વિંગ પ્લેટ માં લઈ સંભાર અને કોથમીર ની ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes