રાજસ્થાની પંચકુટી દાળ,બાટી,ચુરમા,ખોબા ભાખરી ( Rajasthani Panchkuti Dal Bati Churma Khoba Bhakhri Rec

રાજસ્થાની પંચકુટી દાળ,બાટી,ચુરમા,ખોબા ભાખરી ( Rajasthani Panchkuti Dal Bati Churma Khoba Bhakhri Rec
રાંધવાની સૂચનાઓ
- 1
આ બધી દાળ ભેગી કરી ચોખ્ખા પાણી થી ધોઈ કાઢો પછી તેને કુકરમાં બાફવા મૂકી દેવી એમાં 1/2 ચમચી તેલ નાખી દેવું જેથી દાળ નો ઉભરો ના આવે જલ્દી બફાઇ જાય.
- 2
પછી એક કઢાઈમાં તેલ રાઈ જીરું હિંગ લઈ વઘાર કરો એની અંદર સુધારેલા ટામેટાં આદુની પેસ્ટ નાખી હલાવો
- 3
પછી અંદર મીઠું હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો આખું લાલ મરચું નાખી હલાવો પછી એની અંદર બાફેલી દાળ નાખી દેવી અને જરૂર મુજબ થોડું પાણી નાખો અને ઉપરથી લીંબુ નો રસ 1/2 ચમચી નાખવાની ઉકડવા દેવો.
- 4
પછી એક વાડકામાં ઘઉંનો લોટ જીરું મીઠું અને તેલનું મોણ થોડુ પાણી ઉમેરતા કડક લોટ બાંધો પછી એ નાની થોડી જાડી ભાખરી જેવો વણો
- 5
પછી લોકોને તાવી ઉપર એક બાજુ શેકાવા મૂકો અધકચરી એક બાજુ શેકાઈ જાય પછી એને પલટાવી એ સાઇટ પર હાથની ચપટી વડે ખોબા જેવડી ડિઝાઇન પાડો તમને જો દઝાતું હોય તો તમે હાથ રૂમાલ લઈ અને પછી ચપટી કરી ને પણ ડિઝાઇન કરી શકો છો પછી સાઈડ ડિઝાઇન થઈ જાય એટલે એને બીજી બાજુ પર પલટાવી દીધો પછી એને ધીમાં ગેસે બંને સાઇડ પર વારાફરતી શેકવાની રહેશે. પછી ગરમ ગરમ પર જ ચમચીથી ની રેડી દેવું ખોબા ભાખરી પર
- 6
હવે આપણે બાટી માટે લોટ બાંધશુ એના માટે ઘઉંના લોટ મીઠું રવો બેકીંગ સોડા અને ઘીનો મુઠ્ઠી થાય એવી રીત નું મોણ નાગી લોટ બાંધવો બંધાઈ જાય પછી એના બાટીને શેપના નાના-નાના બોલ બનાવી આપણે એને અપ્પમ સ્ટેન્ડમાં બનાવવાના છે તેને ધીમા ગેસ પર ગરમ કરવા મુકો પછી અંદર બાટી ના બોલ મૂકી ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર થવા દો
- 7
પછી થોડીવાર રહીને બાટીને પલટાવો બાટી થશે ને એટલે થોડીક તિરાડ પડશે.
- 8
હવે આપણે બાટી માંથી જ ચુરમા બનાવશો મિક્સરમાં ક્રશ કરી દો સાથે બાટીને પણ થોડા ટુકડા કરી મિક્સરમાં સાથે ક્રશ કરી લો પાઉડર થઈ જશે પછી અંદર ઘી નાખી મિક્સ કરી લો તમારુ ચુરમા રેડી
- 9
પરફેક્ટ રાજસ્થાની પંચકુટી દાલ, બાટી,ચુરમા અને ખોબા ભાખરી રેડી છે.
Keywords
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ (38)