ચોકલેટ પાણીપુરી વિથ પાન શોર્ટ (Chocolate Panipuri With Paan Shots Recipe In Gujarati)

ચોકલેટ પાણીપુરી વિથ પાન શોર્ટ (Chocolate Panipuri With Paan Shots Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ પાણીપુરી બનાવવા માટેની રીત
- 2
સૌપ્રથમ ચોકલેટન સલેબ ને નાના ટુકડામાં કટ કરી લો
- 3
હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો અને એની ઉપર બીજો એક બાઉલ મૂકી દો હવે એની અંદર ચોકલેટ ઉમેરી દો
- 4
જેમ પાણીમાં ઉકાળો આવશે તેમ-તેમ ચોકલેટ પીગળતી જશે
- 5
ચોકલેટ પીગળી જાય એટલે એની અંદર બટર ઉમેરી દો અને બરાબર હલાવી દો
- 6
હવે પાણીપુરીની પૂરી લઈને એની અંદર કાણું પાડી દો એને કાંટા વાળી ચમચી માં ભેળવી દો અને પૂરી ને ચોકલેટ ની અંદર રગદોળી નાખો
- 7
આને અંદર મેં ઓવલ પૂરી આવે છે જે ઘરે તળવાની હોય એનો ઉપયોગ કર્યો છે
- 8
પૂરી ચોકલેટ વાળી થઈ જાય એટલે એને ડીશમાં ઉલટી મૂકી દો જ્યાં હોલ પાડ્યો હોય એ સાઈડ ઉંધી કરીને મૂકી દો
- 9
મેં ભૂલથી ચતી પૂરી મૂકી હતી તો મારી બધી પૂરી નીચેથી કાણી થઇ ગઇ હતી આ રીતે પૂરી મૂકશો નહીં
- 10
હવે એને 20 મિનિટ ફ્રિજમાં સેટ થવા દો પૂરી સેટ થાય ત્યાં સુધીમાં આપણે પાન શોર્ટ તૈયાર કરી દઈએ
- 11
સૌપ્રથમ એક મિક્સર બાઉલ માં પાન ને રફ કટ કરીને ઉમેરી દો
- 12
હવે એની અંદર ગુલકંદ, કોપરાનું ખમણ, ટુટીફ્રુટી,કાજુ ઉમેરી દો
- 13
હવે એની અંદર ૧૦૦ ગ્રામ જેટલું દૂધ ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો
- 14
હવે એની અંદર બે ચમચી ખાંડ ઉમેરો અને આઈસક્રીમ ઉમેરી પાછુ ગ્રાન્ડ કરી લો
- 15
ગ્રાઈન્ડ કરેલા મિક્સરને દૂધમાં ઉમેરી દો એટલે પાન શોર્ટ તૈયાર
- 16
મને અહીંયા છુટ્ટી છુટ્ટી વસ્તુના મળી હતી એટલા માટે મેં આની અંદર ૬ પાન ની સાથે ૬ મીઠા માવા સાદા આવે એ ઉમેર્યા છે જો તમારી ઈચ્છા હોય તો તમે અંદર ત્રણ-ચાર ટીપા લીલો ખાવાનો ફૂડ કલર પણ એડ કરી શકો છો
- 17
હવે એને પૂરી સાથે સર્વ કરો
પૂરી ની અંદર તમે મિક્સ માવો પણ ઉમેરી શકો છો - 18
એક વખત જરૂર ટ્રાય કરજો ડેઝર્ટ પાણીપુરી
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (9)