વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં બધા અલગ અલગ લોટ લઇ લો.પછી તેમાં સાઈડમાં છીણેલી દૂધી અને ભાત કે ખીચડી એડ કરો.
- 2
હવે જે ઘઉંનો કરકરો લોટ છે તેમાં તેલ એડ કરી સારી રીતે તેને મિક્સ કરી લો.પછી તેમાં બધા જ મસાલા એડ કરી દો. આદુ-મરચા-લસણની પેસ્ટ પણ એડ કરો. ખાંડ, દહીં લીંબુનો રસ પણ એડ કરો.
- 3
હવે બધો મસાલો થયા બાદ તેને સારી રીતે મિક્સ કરી લો. અને ફોટા માં બતાવ્યા પ્રમાણે બનાવી લો.
- 4
હવે ઢોકળીયામાં સારી રીતે બધા મુઠીયા ગોઠવી દો. અને ઢાંકીને 20થી 25 મિનિટ સ્લો medium flame પર ચડવા દો.પછી ઠંડા થઇ ગયા બાદ તેને કટ કરી લો.
- 5
હવે મુઠીયાને વઘારવા માટે એક તપેલીમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં રાઈ જીરુ,તલ, કાપેલું લસણ, હિંગ, વઘાર ના મરચાં એડ કરો. પછી કાપેલા મુઠીયા એડ કરી દો.
- 6
હવે સારી રીતે મિક્સ કરી લો. અને ગરમ થાય ત્યાં સુધી પાંચથી દસ મિનિટ સુધી એને શેકાવા દો. અને લસણની ચટણી સાથે સર્વ કરો. કે પછી ચા સાથે ગરમાગરમ સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (2)