ચીઝ ગાર્લીક સુરતી લોચો (Cheese Garlic Surti Locho Recipe in Gujarati)

#KS5
#cookpadindia
#Cookpadgujarati
લોચો એ એક જાતના ફરસાણ નો પ્રકાર છે.જે માત્ર ગુજરાત મા જોવા મળે છે.લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી(ફરસાણ છે)જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો.
આજે મે બનાવ્યુ છે સુરત નો ફેમસ લોચો.
ચીઝ ગાર્લીક સુરતી લોચો (Cheese Garlic Surti Locho Recipe in Gujarati)
#KS5
#cookpadindia
#Cookpadgujarati
લોચો એ એક જાતના ફરસાણ નો પ્રકાર છે.જે માત્ર ગુજરાત મા જોવા મળે છે.લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી(ફરસાણ છે)જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો.
આજે મે બનાવ્યુ છે સુરત નો ફેમસ લોચો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે ચણા ની દાળ ને ૫ કલાક માટે પલાળી લઈશુ.
- 2
૫ કલાક બાદ પીસી લઈશુ.તેમા પોંઆ અને ચણાનો લોટ ઉમેરી પીસી લઈશુ.
- 3
દાળ પીસાઈ જાય એટલે તેમા દહીં ઉમેરી હલાવી મુકી દેવુ ૭થી૮ કલાક માટે
- 4
૭થી૮ કલાક બાદ તેમા મીઠું.આદુ લસણ ની પેસ્ટ.લીલુ લસણ.હળદર.શીંગ તેલ ૨ ચમચીઉમેરી હલાવશુ.
- 5
હવે આપડે બીજા નાના વાસણ મા બે મોટા ચમચા ખીરૂ લઈશુ.તેમા આપડે જરૂર મુજબ ઈનો નાખી બરાબર હલાવીશુ 3 મીનીટ સુધી.
- 6
હવે ઢોકળા ના કુકર મા તેલ લગાવી.ખીરૂ પાથરી.૬ થી ૭ મીનીટ થવા દઈશુ.ત્યાર બાદ ઢાકણ ખોલી આપડે તૈયાર કરેલુ બટર અને લીલુ લસણ લગાવશુ.ત્યાર બાદ ચીઝ છીણીશુ.અને ગેસ બંધ કરી લઈશુ.એક મીનીટ બાદ નીકાળીશુ સવ્રી પ્લેટ મા.
- 7
હવે ચટણી બનાવી લઈશુ.લીલા મરચા.ધાણા લીલા.ખાંડ સ્વાદ અનુસાર.એક લીંબુ.મીઠું સ્વાદ અનુસાર.ઝજીરૂ પાઉડર.આદુ નો ટુકડો.લોચા નો ટુકડો.બધુ જ પીસી લો મીક્ષી મા.તૈયાર છે આપડી લોચાની ચટણી.
- 8
મસાલો તૈયાર કરવા માટે આપડે ૩ ચમચી મરચુ.જીરૂ શેકેલુ ૧ચમચી.૧ ચમચી સંચળ.મરી પાઉડર સ્વાદ અનુસાર.મીઠું સ્વાદ અનુસાર.બધા જ મસાલા મીક્ષ કરી લઈશુ.તૈયાર છે આપડો લોચા નો મસાલો.
- 9
હવે એક પ્લેટ મા લોચો મા સેવ.ડુંગળી.ચટણી.મસાલો નાખી ગાનીઁશ કરીશુ.તૈયાર છે આપડો ચીઝ ગાલ્રીંક સુરતી લોચો.
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (2)