દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને દાળને ધોઈને 1/2 કલાક સુધી રેસ્ટ આપો. હવે કુકરમાં પલાળેલી દાળ અઢી કપ પાણી હળદર મીઠું નાખી બાફવા મૂકો. ચારથી પાંચ સીટી વગાડવી. હવે એક તપેલીમાં ચોખાને બાફી લો.
- 2
હવે એક પેનમાં તેલ મુકો પછી તેમાં જીરું નાખી વઘાર કરો હવે તેમાં કાંદા નાખી ને સાચવી લો. પછી આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં ટામેટા અને મીઠું નાખી ૩થી ૪ મિનીટ માટે ચડવા દો.
- 3
હવે તેમાં હળદર ધાણાજીરું મરચું ગરમ મસાલો નાંખી બરાબર રીતે મિક્સ કરો. હવે દાળ એડ કરો.
- 4
હવે તેમાં ચોખા એડ કરી બરાબર રીતે મિક્સ કરો. હવે તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી દસથી બાર મિનિટ માટે ચઢવા દો.
- 5
હવે તેમાં લીંબુનો રસ અને કોથમીર મિક્સ કરો. હવે એક પેનમાં તેલ મૂકો. પછી તેમાં હિંગ અને જીરૂનો વઘાર કરો. તેમાં લાલ મરચું નાખી ખીચડીના ઉપર વઘાર નાંખી ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (2)