સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવાની સિંગને સારી પાણીથી ધોઈ અને વચ્ચેથી ફાડા કરી પાણી ઉમેરી તેમાં મીઠું નાખી અને બાફી લેવી. છાશમાં ચણાનો લોટ ઉમેરી અટામણ તૈયાર કરવુ.
- 2
સરગવો બફાઈ જાય પછી તેને પાણીમાંથી બહાર કાઢી લેવો. એક કડાઈમાં તેલ ગરમ મૂકી હિગં હળદર અને લાલ મરચાંનો વઘાર કરી અટામણ કરેલી કઢી વઘારવી.
- 3
તેમાં એક ચમચી ધાણાજીરૂ સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર પ્રમાણે મરચું એડ કરવું વાટેલું લસણ પણ નાખવું કઢીને ઉકળવા દેવી.
- 4
તને ટાંકી દેવું અને કઢી ઉકળે એટલે તેમાં સરગવો એડ કરવો
- 5
એક વઘારિયા માં તેલ ગરમ મૂકો તેમાં લાલ મરચાંનો વઘાર કરી અને કઢીમાં ઉમેરો. જો ગળી કઢી ભાવતી હોય તો આ સમયે તેમાં ખાંડ પણ ઉમેરી શકાય છે.
- 6
લો તૈયાર છે ખૂબ જ પૌષ્ટિક એવી સરગવાની કઢી. તેને કોથમીરથી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14829942




















ટિપ્પણીઓ