શેર કરો

ઘટકો

1 hour
4 લોકો
  1. ➡️ દાલ માટે 👇
  2. 1કટોરો તુવેરની દાળ
  3. 1/2 કટોરીમગની દાળ
  4. 1/2 કટોરીચણા ની દાળ
  5. 1કાંદો
  6. 1ટોમેટો
  7. 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  8. 5-6કળી પતાં
  9. 2 ચમચીતેલ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  12. 1 ચમચીધનીયા પાઉડર
  13. 1/2 ચમચીહળદર
  14. 1 ચમચીકસૂરી મેથી
  15. તડકા માટે 👇
  16. 1 ચમચીઘી
  17. 1 ચમચીજીરું
  18. 2સુકા લાલ મરચા
  19. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  20. ➡️બાટી માટે 👇
  21. 1વાટકો ઘઉંનો લોટ
  22. 2 ચમચીરવો
  23. 2 ચમચીઘઉં નો ઘઘરો લોટ
  24. 5 ચમચીઘી
  25. 1/2 ચમચીઅજવાઈન
  26. મીઠું સ્વાદાનુસાર
  27. ➡️ચૂરમાં માટે
  28. 4બાટી
  29. 3 ચમચીપીસેલી ખાંડ
  30. બદામ કાજુ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    સોથી પહેલા દાળ ને લઈ તેને ધોઈ 30 મિનિટ પલાળી રાખો ત્યાર બાદ દાળ ને ફરથી પાણી ધોઈ કૂકરમાં નાખી જરૂર મુજબ પાણી, 1 ચમચી મીઠું અને 1/૪ ચમચી હળદર નાખી 4 થી 5 સીટી લગાવો. આપણી દાળ બફાઈ ગઈ છે.

  2. 2

    હવે દાળ ને વઘાર કરવા માટે એક કડાઈ માં તેલ નાખી ગરમ કરો હવે તેમાં જીરું,હિંગ,લીલા મરચાં વચ્ચે થી કાપી તે નાંખો ત્યાર બાદ તેમાં કાંદા નાખી સાંતળો 2 મિનિટ પછી આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરો. હવે તેમાં ટામેટા નાખી મીઠું નાખી ટામેટા ને સીઝવા દો. ટામેટા સોફ્ટ થઈ જાય પછી તેમાં બધા મસાલા નાખો લાલ મરચું પાઉડર, ધનિયા પાઉડર નાખી મિક્સ કરો.

  3. 3

    હવે ટામેટા ચડી ગયા છે એટલે તેમાં ગરમ મસાલો, કસૂરી મેથી નાખી મિક્સ કરી તેમાં બાફેલી દાળ નાખી મિક્સ કરો.દાળ ને ઉકળવા દો ઉકડી જાય પછી દાળ ને 5 થી 10 મિનિટ ધીમા તાપે ચડવા દો. દાળ ને તડકા માટે એક નાનું વઘારિયા લેશું તેમાં તેલ નાખી જીરૂ, કળી પતા, સુકુ લાલ મરચું નાખવું

  4. 4

    હવે તેમાં 1 ચમચી લાલ મરચું પાઉડર નાખી તરત દાળ ની ઉપર વઘાર કરશું લીલાં ધાણા નાખી ગાર્નિશ કરશું.દાળ તૈયાર થઈ ગઈ છે હવે આપણે બાટી બનાવશું.

  5. 5

    એક વાસણમાં 1 વાટકો ઘઉંનો લોટ,2 ચમચી ઘઉંનો નો ઘઘરો લોટ,2 ચમચી રવો, અજવાઈન, મીઠું અને ઘી નો મોણ નાખી લોટ બાંધી લો. લોટ 1/2 કલાક રેસટ આપો.

  6. 6

    ત્યાર બાદ લોટ ને મસળી તેના નાના ગોળ વાળી બાટી નો આકાર આપો આજે મે બે રીતે બાટી બનાવી છે કૂકરમાં અને અપ્પમ સ્ટેન્ડ માં પહેલા આપણે અપ્પમ સ્ટેન્ડ ને ગરમ કરવા મૂકો પછી તેમાં ઘી નાખી બાટી ને મૂકો 5 થી 7 મિનિટ ઢાંકીને મૂકી ત્યાર પછી બાટી ને પલટાવી બીજી સાઈડ શેકી લો. થોડું ઘી નાખવું. એવી રીતે આપણી બાટી તૈયાર થઈ ગઈ છે.

  7. 7

    કૂકરમાં ઘી નાખી ગરમ કરો પછી તેમાં બાટી ને મૂકો ત્યાર પછી કુકર ને બંધ કરી સીટી કાઢી લેવાની પિક માં બતાવ્યું છે👇 2 મિનિટ પછી કુકર હાથ મ લઈ હલવવાનું અને ફરીથી મૂકવું 5 મિનિટ પછી જોવાની બાટી બંને બાજુ થઈ ગઈ છે કે નહિ. આપણી બાટી પણ તૈયાર થઈ ગઈ છે.

  8. 8

    બાટી તૈયાર થઈ ગઈ છે આપણે બાટી ને ઘી મ તળી લેશું કેટલા લોકો ઘી ગરમ કરી બાટી દીબોવી ને ખાય છે પર મે બાટી મે ઘી માં ફ્રાય કરી છે 1 મિનિટ માટે.

  9. 9

    હવે આપણે ચુરમાં ની તૈયારી કરશું.તેના માટે બાટી ને તોડી મિક્સર જારમાં નાખી પીસી લેવી પછી તેને બાઉલ માં લઈ તેમાં પીસેલી ખાંડ અને બદામ, કાજુ સમારી ને નાખવા અને મિક્સ કરવું આપણા ચૂરમાં પણ રેડી છે

  10. 10

    હવે આપણે દાલ બાટી ને ગરમા ગરમ સર્વ કરશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes