ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)

ચોખાની ખીર
રાત્રે જમવામાં શું બનાવવું એવું થાય છે તો આ ખીર સાથે મસાલા ભાખરી પૂરી ઢેબરા વડા સરસ લાગે છે અને શાકભાજી કે બીજા કશાની જરૂર પડતી નથી આમ પણ વડીલો રાત્રે દૂધને ભાખરી ખાતા હોય છે તો આ એક નવી રેસીપી મેં બનાવી છે કે તમને ગમશે જ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કઢાઈ મા થોડું પાણી રેડી ગેસ ચાલુ કરવો ત્યારબાદ દૂધ રેડવું આમ કરવાથી દૂધ કઢાઈમાં ચોંટતું નથી પછી ચોખાને પાણીથી ધોઈ કુકરમા એક સીટી થાય પછી કુકર બંધ કરવું ને ઠંડુ પડે એટલે દૂધની અંદર ઉમેરો અને દૂધને ધીમા તાપે ઉકળવા દો નેહલાવતા જાવ
- 2
હવે દૂધમાં કેસર પલાળેલું તે ઉમેરો હવે ખાંડ ઉમેરી દૂધને ઘટ્ટ થવા દો
- 3
હવે મિલ્ક પાઉડર ઉમેરો ને પાંચ મિનિટ થવા દો ચમચો ઊંચો કરીએ તો દૂધ અને ભાત છુટા પડવાનો જોઈએ લચકા પડતું થવું જોઈએ હવે લચકા પડતો થઈ ગયું છે એટલે માનવું કે આપણી ખીર તૈયાર છે
- 4
ખીરની સાથે મેં પાલકની પૂરી ને લીંબુ નું અથાણું સાથે સર્વ કરી છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ