પંચ રત્ન દાળ #AM1

દાળ તો આપણે ઘણી બધી અલગ અલગ દાળથી બનાવતા હોય છે. પણ આજે મે જે દાળ બનાવી છે તે પાંચ દાળ ભેગી કરીને બનાવી છે.તે પ્રોટીન થી ભરપૂર છે. અને ખૂબજ સ્વાદિષ્ટ પણ છે.
પંચ રત્ન દાળ #AM1
દાળ તો આપણે ઘણી બધી અલગ અલગ દાળથી બનાવતા હોય છે. પણ આજે મે જે દાળ બનાવી છે તે પાંચ દાળ ભેગી કરીને બનાવી છે.તે પ્રોટીન થી ભરપૂર છે. અને ખૂબજ સ્વાદિષ્ટ પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બધી દાળને ભેગી કરીને 2થી3 વાર ધોય લેવી.અને 10મિનીટ માટે પલરવા રાખી મૂકવી.
- 2
10 મિનિટ બાદ દાળને કૂકરમા નાખી તેમા 1/2 ટીસ્પૂન હળદર, મીઠુ અને બે ચમચી તેલ નાખી કૂકર બંધ કરી પાંચ સીટી વગાડી લેવી.
- 3
ડુંગરી અને ટમેટા સુધારી લેવા.આદુ,મરચા અને લસણને વાટી લેવા.ધાણા જીરૂ, હળદર,લાગલ મરચુ પાવડર અને સવાદ મુજબ મીઠુ એક વાટકીમા લઈ તેમા થોઠુ પાણી નાખી તેની પેસ્ટ તૈયાર કરી લેવી.
- 4
હવે એક કઢાઈ મા બે ચમચા તેલ નાખી તેમા રાય,જીરૂ નાખી તતણે એટલે તેમા લાલ મરચા અને લીમડો નાખી સાતળવુ.તેમા હીંગ નાખી.
- 5
ત્યારબાદ તેમા આદુ,મરચા, લસણ ની પેસ્ટ નાખવી તે સંતળાય એટલે તેમા ડુંગરી નાખી સાતળવી તે સંતળાય જાય એટલે તેમા ટમેટાના ટુકડા નાખી ચડવા દેવા.
- 6
ટમેટા ચડી જાય એટલે તેમા મસાલાની પેસ્ટ નાખી હલાવીને અડધો ગ્લાસ પાણી નાખી મસાલો ચડવા દો.
- 7
મસાલો બરાબર ચડી જાય એટલે તેમા બાફેલી દાળ નાખી એક ગ્લાસ પાણી નાખી હલાવીને દાળ ધીમા ગેસે ઉકળવા દો.
- 8
દાળ ઉકળી જાય એટલે તેમા ગરમ મસાલો અને કોથમીર નાખી હલાવી લેવું.
- 9
હવે દાળને જીરા રાઈસ અને સલાડ સાથે સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (2)