ભરેલા ગુંદા નો સંભારો (Bharela Gunda Sambharo Recipe In Gujarati)

#AM3
ઉનાળા નું આગમન થતા જ ગુંદા ની રાહ જોતા હોઈએ છીએ આપણે સૌ.. અથાણું તો બનાવતા જ હોઈએ પણ એનું શાક બનાવવા ની મજા જ કૈક અલગ છે.રવિવાર ના આવા અલગ શાક પરિવારજનો ને પ્રેમ થી ખવડાવીએ.. ચાલો તો શીખીએ..

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા ને સહેજ દસ્તા વડે તોડી તેમાં થી ચિકાસ કાઢવા એક વાટકી માં હળદર મીઠું મિક્સર કરશું અને તેમાં ચપ્પુ બોળી ગુંદા માંથી ચપ્પુ વડે બધી જ ચિકાસ અને ઠળિયો કઢી લેશું.
- 2
બેસન ને 1tsp તેલ માં ધીમા તાપે શેકી લેશું.ગેસ બઁધ કરી લોટ થોડો ઠરે ત્યારબાદ તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, અજમો, ગોળ, તેલ, લીંબુ નો રસ, મરી નો ભૂકો બધું નાખી હાથ વડે એકદમ સરસ મિક્સ કરી લઇ તેને ગુંદા માં ભરશું.બાકી નો લોટ સાઇડ પર મૂકી દેશું.. હવે ભરેલા ગુંદા ને વરાળે બાફી લેશું.
- 3
પછી એક કડાઈ માં તેલ લઇ તેમાં વઘાર ની બધી જ સામગ્રી લેશું. વઘાર થઇ જાય એટલે ભરેલા, બાફેલા ગુંદા ઉમેરી થોડી વાર સાંતળશું. ત્યારબાદ તેમાં જે મસાલા વાળો લોટ સાઈડ પર રાખેલો તે નાખી બધું સરસ મિક્સ કરશું. થોડીવાર ચડવા દેશું.બસ પછી આપના ગુંદા ભરેલા નો સંભારો તૈયાર છે. તેને કદી, રોટલી, ભાત જોડે આપના ભાણા માં પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)