ભરેલાં ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)

ફ્રેન્ડસ, ઉનાળાની સીઝનમાં મળતાં ગુંદા માંથી આપણે અથાણું, સંભારો બનાવતાં હોય છીએ આજે મેં અહીં સીઝન ને અનુરુપ ભરેલાં ગુંદા નું શાક બનાવેલ છે . . આ રેસિપી નો વિડીયો You Tube પર તમે મારી ચેનલ " Dev Cuisine " માં જોઇ શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા ઘોઈ ને સાફ કરી ને ઠળિયા કાઢી લેવા. મીઠા વાળી આંગળી કરી ગુંદા માં ફેરવી ને આ રીતે ગુંદા ની ચીકાશ દૂર કરવી. હવે ચણાના લોટ માં ઉપર જણાવેલ મસાલા અને શીંગદાણા નો ભુક્કો તેમજ તેલ ઉમેરી મિક્સ કરી ગળચટ્ટો મસાલો તૈયાર કરવો.
- 2
હવે આ સ્ટફિંગ ગુંદા માં દાબી ને ભરતાં જવું ત્યારબાદ કાણાં વાળા બાઉલમાં કે ચારણી માં ગુંદા મુકી વરાળે ૧૦ મિનિટ બાફી લેવા.
- 3
એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી ને ગુંદા એડ કરો. ગુંદા સરસ સેકાઈ જાય અને બહાર નું પડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ભરતાં વઘેલો મસાલો ઉમેરી મિક્સ કરીને ગેસ બંધ કરી ને સર્વિગ બાઉલ માં કાઢી લેવાં. ગરમાગરમ ગુંદા નું શાક સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)