કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ મા તેલ ગરમ કરવુ.ત્યારબાદ તેમા કાજુના ટુકડા તળી એક વાસણ મા કાઢી લેવા.
- 2
હવે તેલ મા જીરૂ, તજ,તમાલપત્ર અને સૂકા મરચા નાખી દેવા.
- 3
ત્યારબાદ હીંગ નાખી ડુંગળી અને મરચા નાખી સાતળી લો.તેમા લસણની ચટણી નાખી બરાબર હલાવી લો.
- 4
ત્યારબાદ તેમા બધા મસાલા નાખી1 મિનિટ મસાલાને ચડવા દો.
- 5
ત્યારબાદ તેમા ટમેટાના ટુકડા નાખી તેને ચળવા દો.ટામેટાં ચડી જાય એટલે તેમા છાસ નાખી ચમચા વડે એકધારુ 1મિનીટ સુધી હલાવવુ
- 6
ત્યારબાદ તેમા 1 કપ પાણી નાખી ઉકળવા દો.પાણી ઉકળી જાય એટલે તેમા કાજુ ના ટુકડા નાખી 5 મિનિટ સુધી ચડવા દો.
- 7
પાણી ધટ થાય એટલે તેમા ગાઠીયા નાખી હલાવીને ગરમ મસાલો નાખી.1 મિનિટ માટે શાક ને ચડવા દો.
- 8
હવે કાજુ ગાઠીયા નુ શાક તૈયાર છે.તેની ઉપર કોથમીર છાંટી સરવિંગ ડિસમા લઈ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14926932




















ટિપ્પણીઓ (13)