વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

#MA
મારી મમ્મી જે પણ બનાવે તે મને બહુ જ ભાવે..
પણ પુલાવ મારો ફેવરિટ..
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#MA
મારી મમ્મી જે પણ બનાવે તે મને બહુ જ ભાવે..
પણ પુલાવ મારો ફેવરિટ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ચોખા ને 30 મિનિટ માટે પલળી દો. હવે બીજા એક વાસણમાં 2 કપ પાણી લઈએ તેમાં મીઠું અને તેલ નાખી પાણી ને ઉકાળો. પાણી ઉકળી જાય એટલે ચોખા મિક્સ કરી ઓસાવી દો.
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં બધા ખડા મસાલા નાખી જીરૃ નાખી વઘાર કરી લો. ત્યાર બાદ હિંગ નાખી ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેમાં લસણ અને આદુ ને પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી દો.
- 3
હવે ડુંગળી થઈ જાય પછી તેમાં ગાજર અને કેપ્સિકમ નાખી સાંતળો. હવે ફ્લાવર અને વટાણા નાખી ચડવા દો.
- 4
બધુ શાક ચડી જાય પછી તેમાં મીઠું અને ઉપર જણાવેલ મસાલા કરી મિક્સ કરી લો.
- 5
હવે તેમાં ઓસાવેલ ભાત મિક્સ કરી 4 થી 5 મિનિટ મિડિયમ ગેસ પર થવા દો.
- 6
હવે ગરમ ગરમ પુલાવ ને મનપસંદ પ્લેટીંગ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (2)
Wow supervb