ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruits Chikki Recipe In Gujarati)

#MA
આ રેસીપી મૈં મારી મમ્મી પાસેથી શીખી હતી, આપણે ચીક્કી તો તલ, મગફળીની, મમરાની વગેરે ચીક્કી બનાવીએ છીએ , આજે મેં ડ્રાયફ્રૂટ્સનિ ચીક્કી બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે. આ ચીક્કી નાના મોટા સહુ ને ગમશે જ.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બદામ, કાજુ અને પિસ્તાના બે ટુકડા થાય એમ વચ્ચેથી કાપીને સમારીલો.
- 2
એક થાળી કે ડીશ પર તેલ કે ઘી થી ગ્રીસ કરી લો.
- 3
એક પેનમાં ખાંડ નાખી ધીમી આંચ પર ગરમ કરો. ખાંડ સહેજ ઓગળવા લાગે ત્યારે જ ખાંડ ને હલાવો, ખન્ડ ઓગાળી જાય ત્યારે તરત જ ગેસ બંધ કરી દો, જેથી ખાંડ બળે નહિ.
- 4
ઓગળેલી ખાંડ માં તરત જ કાપેલા કાજુ અને બદામ ના ત્યકડા મિક્સ કરી ગ્રીસ કરેલી ડીશ પર મિશ્રણ લઇ તરત જ વાટકી વડે ફેલાવી લો, ત્યારબાદ મિશ્રણ પર કાપેલા પિસ્તાના ટુકડા ભભરાવી વેલણને તેલ થી ગ્રીસ કરી મિશ્રણને વણી લો. (આ સ્ટેપ મિશ્રણ ગરમ હોય ત્યારે જલ્દી કરવી)
- 5
બનાવેલી ચીક્કી સહેજ ગરમ હોય ત્યારે જ ચપ્પુ વડે કાપા પડી દેવા જેથી ચીક્કી ઠંડી થાય તો સહેલાઇથી ટુકડા કરી શકાય. ગુલાબની પાંદડીઓ વડે સજાવી લો.
- 6
તૈયાર છે ડ્રાયફ્રુટ ચીક્કી ઉતરાયણ, દિવાળી જેવા તહેવાર પર પણ બનાવી શકાય.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (19)