સ્પ્રાઉટેડ ફલાફલ વીથ આલ્મન્ડ હમસ (Sprouts falafel hummus recipe in Gujarati)e

#MA
#Cookpadindia
#Cookpadgujarati
આ વાનગી મારા ઘરમાં બધાને ભાવતી છે.આજથી વર્ષો પહેલાં મારા મમ્મીના એક ફ્રેન્ડ આફ્રિકા થી આવ્યા હતા અને તેણે મમ્મી ને શીખવાડી ત્યારબાદ મમ્મી એ પોતાની જાતે થોડા ચેંજીસ કરી અને આ ડીશ ને એક હેલધી વરઝન આપ્યું ત્યારથી આ ડીશ અમારા ઘરની ફેવરીટ ડીશ બની ગઈ.જે ખુબજ ટેસ્ટી છે અને પાવરપેક છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફણગાવેલા કઠોળ લો. અને કબૂલી ચણા ને મીઠું નાખી બાફી લો.
- 2
હવે ફલાફલ બનાવવા માટે:એક મિક્ષી જારમાં ફણગાવેલા કઠોળ,લીલી ડુંગળી, કોથમીર, ક્રશ કરેલા ધાણા,હળદર આદુ,મરચાં,લસણ,મીઠું,જીરું લાલ મરચું પાઉડર, કોથમીર,ફુદીનો લઈ તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ એક બાઉલમાં કાઢી તેમાં થોડો ખાવાનો સોડા,લીંબુ નો રસ અને ચણાનો લોટ,કોકોન્ટ ઓઇલ નાખી તેના બોલ્સ રેડી કરો.
- 3
હવે એક અપ્પમ પાન ને તેલ થી ગ્રીસ કરી તેમાં બોલ્સ મૂકી ઢાંકણ ઢાંકી બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો.
- 4
હવે મીક્ષી જારમાં દાળિયા ની દાળ, નાળિયેર પાઉડર, તલ,કાજુ નાખી ક્રશ કરો ત્યાબાદ બદામ અને હંગ કર્ડ નાખી તાહિની પેસ્ટ બનાવો. ત્યારબાદ તેમાં બાફેલા કાબુલી ચણા,મીઠું, હંગ કર્ડ,સૂકા લાલ મરચા,લસણ અને ઓલિવ ઓઇલ (ઓઇલ તમારી પસંદગી મુજબ વધારે ઓછું લઈ શકો છો.) નાખી એકદમ સમુથ પીસી લો.
- 5
હવે એક પ્લેટમાં પહેલાં હમસ મૂકી તેના પર શેકેલું જીરું પાઉડર અને લલમરચું પાઉડર છાંટો ત્યારબાદ ફલાફલ ગોઠવી તેના પર સ્ટ્રોબેરી ચટણી અને ઓલિવ થી ગાર્નિશ કરો. તેને ચેરી ટોમેટો,બદામ ડૂંગળી કોથમીર નું સલાડ સાથે સર્વ કરો. (અહી તમે ઉપર તેલ પણ લગાવી શકો છો.) ઉપર ચાટ મસાલો છાંટી સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (21)