લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#MA
💐 Happy Mother's Day to all lovely mothers...👍🏻🥰🙏

જગતમાં સર્વપ્રથમ અને બાળક ના મુખમાંથી નીકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે " માં " કે " મમ્મા "છે. કવિઓએ માતૃપ્રેમ નો મહિમા મુક્તકંઠે ગાયો અને બિરદાવ્યો છે. ..ગુજરાતી સાહિત્ય ના ફેમસ કવિ બોટાદકરે પોતાની કવિતા માં કહ્યું છે કે , " જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ! "... મેં આજે મારી મમ્મી ને ખુબ જ ભાવતી એવી લચ્છા મિન્ટ મઠરી બનાવી છે...
મઠરી આપણે ઘણા બધા પ્રકારની બનાવી છીએ.. જેમાં સ્વાદ માં અને આકાર મા પણ ઘણી બધી રીતે મઠરી બનતી હોય છે... મઠરી ને સવાર નાં નાસ્તા માં ચા કે કોફી સાથે બ્રેકફાસ્ટ માં લેવામાં આવે છે.આજે મેં આ મઠરી માં ફુદીના ના પાન ઉમેરી એક નવા આકાર અને સ્વાદ ની બનાવી છે. આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
5 વ્યક્તિ
  1. 1& 1/2 કપ મેંદો
  2. 2 ટેબલ સ્પૂનરવો
  3. 1 ટી સ્પૂનઅથકચરા વાટેલા કાળા મરી પાઉડર
  4. 1 ટી સ્પૂનજીરું
  5. 1/2 ટી સ્પૂનઅજમો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/4 કપઝીણા સમારેલા ફુદીના ના પાન
  8. 1/4 કપગરમ ઘી
  9. 1/2 કપપાણી
  10. તેલ તળવા માટે જરૂરી મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો, રવો, અડકચરા વાટેલા કાળા મરી પાઉડર, જીરું, અજમો હાથેથી મસડેલો, મીઠું, ઝીણા સમારેલા ફુદીના ના પાન અને ગરમ ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો. અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ નરમ પૂરી જેવો લોટ બાંધી 10 મિનિટ માટે ઢાંકી ને મૂકી રાખો.

  2. 2
  3. 3

    ત્યારબાદ બાંધેલા લોટમાંથી મોટી રોટલી વણી ને ચપ્પુ કે પીઝા કટર થી લાંબી લાંબી પટ્ટીઓ કાપી લો.

  4. 4

    ત્યારબાદ 3 અથવા 4 કાપેલી પટ્ટીઓ લઈને બંને છેડા દબાવી ને બંને બાજુથી વિરૂદ્ધ દિશા મા વાળી લો. પછી એક છેડા ને અંદર ની તરફ ગોળ ગોળ વાળી ને બીજા છેડા સુધી લાવી ને બંને છેડા ને દબાવી લો. જેથી તળતી વખતે મઠરી ના છેડા છૂટા ના પડે.

  5. 5

    આવી જ રીતે બધી મઠરી બનાવી લો.

  6. 6

    હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી 4 થી 5 નંગ મઠરી ઉમેરી ગેસ ની મિડીયમ આંચ પર બંને બાજુથી ગોલ્ડન કલર ની તળી લો.

  7. 7

    હવે આપણી એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવી લછછા મિંટ મઠરી તૈયાર છે સર્વ કરવા માટે...આ મઠરી ને ચા, કોફી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરી શકાય છે.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes