બાફિયા ગુંદા (Bafiya Gunda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા ધોઈ વરાળમાં 5 મિનિટ માટે બાફી લેવા.ઠરી જાય એટલે તેમાંથી ઠળિયા કાઢી લેવા. ત્યારબાદ એક કેરીનું ઝીણું ખમણ કરી લેવું. બાકી ની કેરી ના મીડીયમ સાઈઝના કટકા કરી લેવા.
- 2
હવે એક બાઉલમાં રાયના કુરિયા, મરચું પાઉડર, મીઠું, હિંગ તથા કેરીનું ખમણ લઇ એકસરખું મિક્સ કરી લેવું. આ તૈયાર કરેલ મિશ્રણ બાફેલા ગુંદામાં ભરી લેવું. બધા ગુંદા ભરાય ગયા બાદ વધેલા મસાલામાં કેરી ના કટકા ઉમેરી ચોળી લેવા.
- 3
હવે તેમાં ગુંદા ઉમેરી સરખું મિક્સ કરી તેલ ઉમેરવું. બફિયા ગુંદાનું સ્વાદિષ્ટ અથાણું તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14997432









ટિપ્પણીઓ