ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને સારા પાણીથી ધોઈ ઉપર ની ટોપી કાઢી અને હળદર મીઠાના પાણીમાં એક ઉભરે ઉકાળી લો. તેને ઠંડા કરી ફોડી અને ઠળિયા કાઢી ચારથી પાંચ કલાક સુકવો.
- 2
એક તપેલીમાં મેથીના કુરિયા પાથરી લો તેમાં કાળા મરી અને એક ચમચી હિંગ મુકી દો. બીજા એક તપેલામાં તેલ ગરમ મૂકો.તેલ એકદમ ગરમ કરવાનું છે. ગરમ કરેલું થોડુક તેલ કુરિયા વાળા તપેલામાં ઉપરથી નાખી અને ઢાંકી દો.. બીજુ વધેલું તેલ ની સાઇડ પર મૂકી દીધો તે લાસ્ટ માં જરૂર પડશે.
- 3
આખી મેથી ને એક વખત ધોઈ અને મોટા તપેલામાં ડુબા પાણીમાં આખી રાત પલાળી રો રાખો.. સવારે તે મેથી ફુલી ગઈ હશે. હવે તેને પાણીમાંથી બહાર કાઢી અને કેરીના ખાટા પાણીમાં બે કલાક માટે પલાળવી. બે કલાક પછી મેથીને કાણાવાળા ચારણીમાં કાઢી અને સૂકવી દો. મેથી મસ્ત પીડી થઈ ગઈ હશે અને તેની કડવાશ જતી રહી હશે.
- 4
હવે એક મોટા વાસણમાં વઘારેલા મેથીના કુરિયા અને આખી મેથી ને ભેગી કરો તેમાં મરચું અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ મસાલા ની અંદર કાચી કેરીને ખમણી લો. આ બધું સાથે વળે સરખી રીતે મિક્સ કરો.
- 5
ગુંદા હવે સુકાઈ ગયા હશે તો આ મસાલો ગુંદા માં ભરી લો. કાચની બરણીમાં ગુંદા ને સરખી રીતે ગોઠવતા જાવ. ઉપર થોડો મસાલો પણ નાખવાનો આ રીતે બધા જ ગુંદા ભરી લો..
- 6
બે થી ત્રણ દિવસ ગુંદા ને મસાલામાં ભળવા માટે રહેવા દો પછી તેનો ખાવામાં ઉપયોગ કરી શકો છો એકદમ ખાટું તીખું અને ટેસ્ટી ગુંદાનું અથાણું કાઠિયાવાડમાં ખુબ જ વખણાય છે અને સ્વાદમાં પણ બહુ જ મસ્ત લાગે છે..
- 7
આ બરણીને ચારથી પાંચ કલાક એમ જ રહેવા દો.પછી બાકીનું વધેલું તેલ જે એકદમ ગરમ કર્યું હતું તે હવે ઠંડુ થઈ ગયું હશે તે આ ગુંદા ની બરણીમાં ઉપરથી રેડી દો..
Keywords
Similar Recipes
More Recipes
- ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati)
- પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
- બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
- પરવળ નું પંજાબી શાક (Parvar Punjabi Shak Recipe In Gujarati)
- ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)




ટિપ્પણીઓ