હરિયાળી ચીઝ પરવળ (Hariyali Cheese Parval Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

#EB WEEK2

હરિયાળી ચીઝ પરવળ (Hariyali Cheese Parval Recipe In Gujarati)

#EB WEEK2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
બે  વ્યક્તિ
  1. 250 ગ્રામપરવળ
  2. 1નાની ડુંગળી
  3. 4 થી 5 લસણની કળી
  4. 2-3લીલા મરચાં /એક નાનો ટુકડો આદુ
  5. 1 ઝુડી કોથમીર  (સમારેલી)
  6. 1 નંગચીઝ કયુબ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૨ થી 3 ચમચી તેલ
  9. ચપટીહિંગ
  10. ગારનીશીગ માટે કોથમીર અને ખમણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પહેલા પરવળ ને પાણી થી ધોઈ નાખો પછી તેને કોરા કરી ઉપર નીચે ના દીટા કાઢી વચ્ચે થી બીયા કાઢી લ્યો. પછી તેની લાંબી પાતળી ચીરી કરી લેવી.

  2. 2

    એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેમા હિંગ અને હળદર નાખી. પરવળ ઉમેરી બરોબર હલાવી ઘીમાં તાપે ચડવા દો. એ દરમિયાન મિકસર જાર મા ડુંગળી,લસણ.,આદુ-મરચા,કોથમીર અને પરવળ ના બી નાખી ક્રશ કરી લેવુ.

  3. 3

    હવે પરવળ ચડી જાય એટલે તેમાસ્વાદ મુજબ મીઠું નાખી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો. પછી એક મોટા બાઉલ માં કાઢી લેવુ.

  4. 4

    એજ કડાઈ મા એક ચમચી તેલ નાખી તેમા દળેલી પેસ્ટ નાખી બરોબર હલાવવું. તેલ છુટુ પડે એટલે તેમા ચીઝ નાખી બરોબર હલાવી પરવળ નાખી બે મિનીટ ધીમાં તાપે રાખવુ.

  5. 5

    ઉપર થી કોથમીર અને ચીઝ ખમણી ગાર્નીશીંગ કરવુ. ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

Similar Recipes