કચ્છી કડક (Kutchi Kadak Recipe in Gujarati)

#PS
#cookpadindia
માંડવી કચ્છ ની એકદમ પ્રસિદ્ધ વાનગી એટલે દાબેલી અને કડક..!!🍲 એકવાર આવો અને ચાખો એટલે એનો સ્વાદ કાયમ માટે યાદગાર રહી જાય...😇 આ બનાવવા માં એકદમ સરળ અને સ્વાદ માં એકદમ ચટપટી છે....🥰

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મુક્શું. બીજી બાજુ એક વાટકી માં દાબેલી મસાલો લઇ તેમાં થોડું પાણી નાખશું. તેલ ગરમ થાય એટલે તેમાં આ દાબેલી મસાલો નો વઘાર કરશું. પછી બાફેલા બટાકા અદ્યકચરા સ્મેશ કરેલા ઉમેરી થોડી વાર ગરમ કરશું. દાબેલી મસાલા ઉમેર્યા પછી એકપણ બીજા મસાલા ક મીઠું ઉમેરવાની જરૂર નથી. બટાકા પણ થોડા વેલા બાફી ઠન્ડા કરી લેવાં. આમ કરવા થી સારુ રિઝલ્ટ મળે છે. શાક તૈયાર છે.
- 2
હવે તરી બનાવા એક બીજી તપેલી માં એક ચમચી તેલ લઇ પાણી માં ઓગળેલો દાબેલી મસાલો, બાફેલા બટાકા નો માવો, અને ગળી ચટણી નાખી તરી બનાવવી અને ઉકાળવી થોડી વાર.
- 3
હવે એક પ્લેટ માં ચોરસ બન ટૉસ ના ટુકડા હાથ થી તોડવા. એ લેવાં. તેના પર બનાવેલું દાબેલી નું શાક નાખવું. તેના પર બનાવેલું તરી રેડવી. પછી તેમાં ડુંગળી, ટામેટાં, મસાલા શીંગ, લસણ ની તીખી ચટણી નાખવી. અને મસ્ત થોડું ગરમ હોય ત્યારે જ પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)