શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ કપચણાની દાળ
  2. ૨ ચમચીખાંડ
  3. ૪ ચમચીદહીં
  4. ૧ ચમચીઈનો
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. ૧/૪ ચમચીહળદર
  7. વઘાર માટે➡
  8. ૩ ચમચીતેલ
  9. ૧/૨ ચમચીરાઈ
  10. ૧/૮ ચમચી હીંગ
  11. ૧ ચમચીતલ
  12. લીલા મરચા
  13. લીમડાના પાન
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. ગાર્નિશ માટે
  16. લીલી ચટણી
  17. નાયલોન સેવ
  18. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચણાની દાળને ૪ કલાક પલાળી દેવી, પછી દહીં નાખીને મીક્સચર મા ક્રસ કરી ૪ થી ૫ કલાક માટે આથો લાવવા મુકી દો ઢાંકી ને

  2. 2

    પછી તેમા મીઠું, ખાંડ, હળદર અને લીંબુનો રસ નાખી બરાબર મીક્સ કરો, સ્ટીમરમાં પાણી નાખી ડીશ ને તેલ થી ગ્રીસ કરી ગરમ કરવા મુકવી, બેટરમા ઈનો નાખી તરત જ ડીસમા રેડી ૧૫ મીનીટ બેક કરવુ, ખમણી માટે ના ખમણ તૈયાર છે

  3. 3

    ઠંડા થાય એટલે હાથ થી મસળીને ભુકો કરવો, પેનમાં તેલ મુકી, રાઈ, હીંગ, લીમડો, મરચા ને તલનો વઘાર કરવો પાણી નાખવુ તેમા ખાંડ નાખી ઉકાળવું પછી તૈયાર કરેલો ભુકો નાખી બરાબર મીક્સ૨ મીનીટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દો

  4. 4

    પ્લેટ મા ખમણી ઉપર સેવ, લીલી ચટણી અને ધાણા થીગાર્નિશ કરવુ તો ચટપટી સેવ ખમણી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

ટિપ્પણીઓ (12)

Similar Recipes