ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Pickle Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં નીચે મેથીના કુરિયા પાથરી તેના ઉપર રાઈના કુરિયા પાથરી દો અને તેના ઉપર બે ચમચી જેટલી પાથરી દો
- 2
હવે એક તપેલીમાં એક વાટકી જેટલું તેલ લઈ તેને ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરો અને આ ગરમ ગરમ તેલ ભુરીયા પાથર્યા છે તે વાસણ ઉપર રેડીઢાંકણ ઢાંકી દો
- 3
આ ઠરી જાય એટલે તેની અંદર લાલ મરચું અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી અથાણા માટે નો સંભાર તૈયાર કરી લેવો
- 4
હવે ગુંદા ને ભીના કપડાથી બરાબર લૂછી તેના ડીટીયા કાઢી દસ્તાથી તોડી ઠળિયા કાઢી લેવા અને તેના બે ફાડીયા કરી લેવા
- 5
કેરીને છાલ સાથે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવા અને તેને પણ એક ભીના કપડાથી બરાબર લૂછી લો
- 6
હવે એક મોટા વાસણમાં ગુંદા લઈ તેમાં એકચમચી જેટલું મીઠું ભભરાવી હાથેથી મિક્સ કરી લો હવે તેમાં કેરીના ટુકડા ઉમેરી દો અને તેની અંદર સંભાર નો મસાલો મિક્સ બનાવ્યો છે તે ઉમેરી બરાબર મિક્ષ કરી લો
- 7
આજે બરણીમાં અથાણું ભરવું હોય તે બંને લેવી અને તેની અંદર પેલા એક લેયર અથાણા સંભાર શું કરવું હવે તેની ઉપર કેરી અને ગુંદાનું લેયર કરવું હવે તેના ઉપર ફરીથી સંભારણું લેયર કરવું આ રીતે વારાફરતી કરી બધું અથાણું બરણીમાં ભરી લેવા
- 8
હવે એક તપેલીમાં લગભગ 300 ગ્રામ જેટલું તેલ ગરમ કરી ઠંડું થવા દેવું ઠંડું પડે એટલે તેને અથાણું ભરેલા છે તેમાં રેડવું અને અથાણું તેલમાં ડૂબે તેટલું તેલ રેડવું હવે ત્રણેક દિવસ આ અથાણું બાર જ રહેવા દેવું જેથી મસાલો અને કેરીની ખટાશ બરાબર ચડી જાય
- 9
- 10
તૈયાર છે કેરી ગુંદા નું ખાટું અથાણું
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (2)