ભરેલા કારેલાનું શાક(Stuff Karela Sabji Recipe In Gujarati)

#EB
Week 6
ભરેલા કારેલાનું શાક
ભરેલા કારેલાનું શાક(Stuff Karela Sabji Recipe In Gujarati)
#EB
Week 6
ભરેલા કારેલાનું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલાને 2,3 વાર પાણીથી ધોઈને કોરા કરી લો.હવે તેની ખરબચડી છાલ ના ગમે તો આછી ઉતરી લો અથવા છાલ સાથે જ રાખીને કારેલાના ઉપર નીચેના ડીંટા કાઢી લો હવે કારેલાના ગોળમાં જ બે ભાગ કરી લો.ઊભો ચિરો નથી કરવાનો.હવે આવીજ રીતે બધા કારેલા થઈ જાય એટલે કૂકરમાં નીચે પાણી મૂકી વચ્ચે કાંઠલો કે સ્ટેન્ડ મૂકીને ઉપર વાટકામાં કારેલા મૂકીને થોડું મીઠું ભભરાવીને વરાળથી 2 વ્હિસલ વાગે ત્યાં સુધી ચઢવા દો.બહુ કડક લાગે કે કાચા લાગે તો ફરી એકાદ ભિસલ મારી દેવી.
- 2
ત્યારબાદ કુકર ઠંડુ પડે એટલે કારેલા કાઢીને મીઠાવાળુ પાણી નિતારી લો.એટલે સાથે થોડીઘણી કડવાશ પણ નીકળી જશે.હવે એક - એક કારેલામાં આડો - ઊભો ચિરો કરી દો.ત્યારબાદ ભરવા માટેના મસાલાની બધી સામગ્રી લઈને તેલ નાખી મિક્સ કરો.હવે આ મસાલો કારેલામાં ભરી દો
- 3
હવે એક કડાઈમાં તેલનો વઘાર મૂકી રાઈ,જીરું અને હીંગ નાખી તેમાં સૌથી પહેલા ભરેલા કારેલા નાખીને સાંતળો.હવે એકાદ મિનિટ જેટલું તેલમાં સંતળાય એટલે વધેલો મસાલો નાખીને ઢાંકણ ઢાંકી દો.ત્યારબાદ એકાદ મિનિટ પછી વરાળ થાય એટલે ખોલીને તાવેથા વડે ઉપર - નીચે હલાવી દેવું.બહુ ભાર ના દેવો નહી તો તૂટી જશે.બાફેલા છે કારેલા એટલે ખાલી મસાલો મિક્ષ થાય એટલું જ ચઢવા દેવું.શાક તૈયાર થાય એટલે છેલ્લે કોથમીર નાખીને સજાવવું.
Keywords
Similar Recipes
More Recipes
- મેક્સીકન એન્ડ મિન્ટ-ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Mexican & Mint French Fries recipe in Gujarati)
- કારેલા અને કાચા કેળા નું શાક જૈન (Bitter Gourd Banana Sabji Jain Recipe In Gujarati)
- તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
- શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
- પૌવા બટાકાની કટલેસ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)



ટિપ્પણીઓ