ચીઝી ગાર્લિક મસાલા પાઉં (Cheesy Garlic Masala Pav Recipe In Gujarati)

#EB Week8
ચીઝી ગાર્લિક મસાલા પાઉં (Cheesy Garlic Masala Pav Recipe In Gujarati)
#EB Week8
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા પાઉં બનાવવા માટે ટામેટા, ડુંગળી અને લીલું મરચું, કેપ્સીકમ ને બારીક સમારેલી લેવાના અને આદું અને લસણ ની પેસ્ટ કરવાની પછી કોથમીર ને પણ બારીક સમારેલી લો
- 2
એક વાટકી માં મેલ્ટ કરેલો બટર લો તેમાં 1/2ટીસ્પૂન લસણની પેસ્ટ અને થોડીક કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો
- 3
બીજા એક પેનમાં તેલ ગરમ કરો તેમાં હીંગ, આદું, લસણ ની પેસ્ટ ઉમેરી ને સાંતળો પછી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી ને પાંચેક મિનિટ સુધી કુક કરો પછી ટામેટા અને લીલું મરચું નાખી ને બધા મસાલા ઉમેરો બે મિનિટ સુધી કુક કરો મીડીયમ તાપે ટામેટા નું પાણી બળી જાય એટલે કોથમીર ઉમેરીને ગેસ બંધ કરો એટલે મસાલો રેડી
- 4
એક કડાઈમાં અથવા તવા પર બનાવેલ બટર ઉમેરી ને ગરમ કરો પછી પાઉં ને વચ્ચે થી કાપા પાડી ને ગરમ કરેલા બટર માં આગળ પાછળ ડીપ કરો અને વચ્ચે બનાવેલો મસાલો ભરી ચીઝ નાખીને બટર લગાડી ને શેકો અને ડીશ માં કાઢો અને ઉપર થી કોથમીર ચીઝ, મસાલો, ડુંગળી અને ટામેટા થી ડેકોરેશન કરી ને ગરમ માં ગરમ ચીઝી ગાર્લિક મસાલા પાઉં.
- 5
મેં અહીં પટ્ટી પાઉં વાપર્યા છે મેં અહીં મસાલા પાઉં માં મારો ટ્વીસ્ટ આપ્યો છે તમે પણ એકવાર જરૂર બનાવજો.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ