મંચુરીયન (Munchurian Recipe In Gujarati)

મંચુરીયન નાના મોટા સૌને ભાવે છે. જ્યારે પહેલી વખત લોકડાઉન હતું ત્યારે ઘરે બનાવ્યા અને બધાને પસંદ આવ્યા.
મંચુરીયન (Munchurian Recipe In Gujarati)
મંચુરીયન નાના મોટા સૌને ભાવે છે. જ્યારે પહેલી વખત લોકડાઉન હતું ત્યારે ઘરે બનાવ્યા અને બધાને પસંદ આવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીને ખમણી લેવી અને હાથ વડે દબાવીને પાણી નિતારી લેવું.1/2ડુંગળીને પણ ખમણી લેવી. ડુંગળી ખમણીને નાખવાથી સ્વાદ સરસ આવે છે.
- 2
હવે કથરોટમાં બંને લોટ ચાળીને તેમાં મીઠું, મરચું, ગરમ મસાલો, કોબી, ડુંગળી અને આદું નાખીને બરાબર મિક્સ કરવું. હવે જરુર મુજબ કોબીનું નિતારેલું પાણી નાખીને લોટ બાંધી લેવો. તેમાં ૧/૨ ચમચી સોયા સોસ નાખીને બરાબર મિક્સ કરવો. લોટ બહુ કઠણ ન રાખવો.
- 3
લોયામાં તેલ ગરમ કરીને તેમાં મંચુરીયન તળી લેવા. શરુઆતમાં ગેસની આંચ મધ્યમ રાખવી અને મંચુરીયન તળાઈ જવા આવે ત્યારે તેજ આંચ રાખવી.
- 4
હવે કોબી,ડુંગળી, કેપ્સિકમ અને ગાજરને ઝીણાં સમારી લેવા. લીલાં મરચાંને ઝીણા સમારી લેવા. લસણનાં ટુકડા કરી લેવા.
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ, લીલાં મરચાં નાખીને તરત જ ડુંગળી નાખીને ધીમા તાપે સાંતળવું. ત્યારબાદ તેમાં કેપ્સિકમ, ગાજર અને કોબી નાખવી. ૨/૩ મીનીટ સુધી ચડવા દેવું.
- 6
- 7
હવે તેમાં મીઠું, ટોમેટો સોસ,રેડ ચીલી સોસ, સોયા સોસ અને વિનેગર ઉમેરી બરાબર હલાવવું અને મંચુરીયન મિક્સ કરવાં. બે મીનીટ પછી ગેસ બંધ કરી દેવો.
- 8
- 9
મંચુરીયન વધુ તીખાં બનાવવા હોય તો શાકભાજીમાં લાલ મરચું અને ગરમ મસાલો નાખી શકાય.
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (5)