સ્ટ્રોબેરી ક્રીમ (મહાબળેશ્વર ફેમ)

#RC3
#cookpadindia
#cookpadgujarati
#strawberry
#cream
#strawberrycream
મહાબળેશ્વર ના પ્રખ્યાત મેપ્રો ગાર્ડન નું લોકપ્રિય ડેઝર્ટ સ્ટ્રોબેરી ક્રીમ હલકી મીઠાશ વાળું વહીપડ ક્રીમ, સ્ટ્રોબેરી ફ્રૂટ અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ના લેયર્સ અને સાથે સ્ટ્રોબેરી સીરપ ના ડ્રાઈઝ્લ થી ફુલ્લી લોડેડ હોય છે. તે માત્ર આકર્ષક જ નથી દેખાતું પરંતુ બનાવવા માં પણ ખૂબ જ સરળ અને ઝડપી છે અને સ્વાદ માં પણ એકદમ યમી લાગે છે.
અત્યાર ની મહામારી ના સમય માં મહાબળેશ્વર ની મુલાકાત લઇ શકાય તેમ નથી તો ઘર બેઠ્ઠા માણો ત્યાં નું પ્રખ્યાત સ્ટ્રોબેરી ક્રીમ ડેઝર્ટ !

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટ્રોબેરી ને ધોઈ કોરી કરી ને પાતળી સ્લાઈસ માં કાપી લો.
- 2
એક બાઉલ માં વહીપિંગ ક્રીમ લઇ ઇલેક્ટ્રિક બીટર થી બીટ કરો. 5 મિનિટ બીટ કર્યા પછી તેમાં આઈસીંગ સુગર ઉમેરો. સ્ટીફ પીક આવે ત્યાં સુધી બીટ કરો. (નોંધઃ બીટ કરતી વખતે બાઉલ ની નીચે બરફ ના ટુકડા રાખવા.) વહીપડ ક્રીમ તૈયાર છે. તેને સ્ટાર નોઝલ વાળી પાઇપિંગ બેગ માં ભરી ને તૈયાર રાખો.
- 3
હવે 1 tsp જેટલું સ્ટ્રોબેરી સીરપ સર્વિંગ ગ્લાસ ની અંદર ની દીવાલ ઉપર ડ્રાઈઝ્લ કરો. ત્યારબાદ ગ્લાસ માં સ્ટ્રોબેરી ની પાતળી સ્લાઈસ ઈચ્છા મુજબ ગોઠવો. હવે તેની ઉપર વહીપડ ક્રીમ નું લેયર કરો. ફરી સ્ટ્રોબેરી ની સ્લાઈસ ગ્લાસ માં ફરતે ગોઠવો. હવે ગ્લાસ માં સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ નો એક 1 મોટો સ્કૂપ મુકો. પછી તેની ઉપર ફરી વહીપડ ક્રીમ નું લેયર કરો. ઉપર સ્ટ્રોબેરી ની સ્લાઈસ, સ્ટ્રોબેરી સીરપ અને કલરીંગ પર્લ્સ થી ગાર્નિશ કરો. આ રીતે બીજો ગ્લાસ પણ તૈયાર કરો.
- 4
મહાબળેશ્વર નું પ્રખ્યાત યમી સ્ટ્રોબેરી ક્રીમ તૈયાર છે. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- બીટરૂટ સ્મૂધી શોટ્સ (Beetroot Smoothie Shots Recipe In Gujarati)
- પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati)
- સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati)
- લસણીયા ચટણી (Lasaniya Chutney Recipe In Gujarati)
- શાહી પનીર બટર - ગાર્લિક નાન અને સલાડ (Shahi Paneer Butter Garlic Nan Salad Recipe In Gujarati)

ટિપ્પણીઓ (50)