ખીચું (Khichu Recipe In Gujarati)

Mamta Pathak @cook_27768251
ખીચું (Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાના લોટને ચાળી લેવો.
- 2
ખરલમાં જીરું, લીલાં મરચાં અને કોથમીરને વાટી લેવા. જીરું અધકચરું રાખવું.
- 3
હવે એક તપેલીમાં બે વાટકી પાણી ગરમ કરવું.
તેમાં વાટેલો મસાલો અને મીઠું નાખીને તેજ આંચ પર ૫/૭ મીનીટ ઉકળવા દેવું. - 4
હવે ચોખાના લોટમાં એક વાટકી પાણી નાખીને ખીરું બનાવવું અને ઉકળતા પાણીમાં નાખીને બરાબર હલાવવું. ગેસની આંચ ધીમી રાખવી. પાંચ મીનીટ સુધી ચડવા દેવું ત્યાર બાદ તપેલીને ઢોકળીયામાં ૧૦ મીનીટ સુધી બાફી લેવું.
- 5
હવે ગરમ ખીચું, તેલ અને મેથીનો સંભાર નાખીને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15315646












ટિપ્પણીઓ (4)