હરિયાળી ખમણ ઢોકળા (Hariyali Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન ને ચાળી લો. 10 પાલક નાં પાન ને મિક્સર મા પીસી લો.પેસ્ટ ને સૂપ નાં ગરના થી ગાળી લો.પેસ્ટ માં થોડું પાણી ઉમેરવું. પછી પેસ્ટ માં ખાંડ, લીંબુ નો રસ, મીઠું અને હળદર ઉમેરવું. ખાંડ ઓગળી જાય પછી તેમાં બેસન થોડો થોડો ઉમેરી મિક્સ કરતા જવું. ધીમે ધીમે આ રીતે બધો બેસન ઉમેરવો. બેટર ને સારી રીતે મિક્સ કરતા જવું. તેને સતત એક જ દિશા માં 5 મિનીટ હલાવતા રેહવું. પછી બેટરને 15 મિનીટ માટે ઢાંકી દેવું
- 2
ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકવું. હવે ઢોકળા ની થાળી ને તેલ લગાવી લેશું. હવે બેટર માં તેલ નાખી 5 મિનીટ માટે બેટર ને હલાવીશું. હવે તેમાં ઇનો નાખી તેના ઉપર 2 ચમચી પાણી નાખી ને બેટર ને એક જ દિશા મા હલાવી લેશું. હવે બેટર ને ઢોકળા ની થાળી મા પાથરી લેશું. તેને 20 મિનીટ માટે સ્ટીમ કરીશું. પછી ગેસ બંધ કરી લેશું. ઢોકળા ઠંડા થાય પછી કાપા પાડી લેશું.
- 3
પેન મા તેલ ગરમ થાય એટલે તેમાં તલ નાખીશું. પછી લીલા મરચા, લીમડો,ખાંડ અને પાણી નાખીશું. પછી 5 મિનીટ માટે ઉકલવા દેશું.ગેસ બંધ કરી દેશું. વઘાર ને ઢોકળા માં નાખીશું. ખમણ ને સર્વ કરીશું. તો તૈયાર છે હરિયાળી ખમણ ઢોકળા
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (8)