એગલેસ બ્રાઉની (Eggless Brownie Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630

#FD
#Friendship Day

ફ્રેન્ડ, સહેલી, મિત્ર એને કહેવાય, જે આપણને હેલ્પ કરે. એની સાથે વાતો કરતા તમને ગમે, એવી વ્યક્તિ કે તમને હંમેશા સમય આપે. ખૂબ સરસ સમજાવે. પોતાનો સમય ના જુવે. પોતાના બીઝી શિડ્યૂલ માંથી સમય કાઢી ને તમારી જોડે વાત કરે. એ ખરા અર્થ માં દોસ્ત કહેવાય. અહીં હું ગુજરાતી કુકપેડ એડમીન દિશા ચાવડા ની વાત કરું છું. ❤ યુ દિશા 💕

એગલેસ બ્રાઉની (Eggless Brownie Recipe In Gujarati)

#FD
#Friendship Day

ફ્રેન્ડ, સહેલી, મિત્ર એને કહેવાય, જે આપણને હેલ્પ કરે. એની સાથે વાતો કરતા તમને ગમે, એવી વ્યક્તિ કે તમને હંમેશા સમય આપે. ખૂબ સરસ સમજાવે. પોતાનો સમય ના જુવે. પોતાના બીઝી શિડ્યૂલ માંથી સમય કાઢી ને તમારી જોડે વાત કરે. એ ખરા અર્થ માં દોસ્ત કહેવાય. અહીં હું ગુજરાતી કુકપેડ એડમીન દિશા ચાવડા ની વાત કરું છું. ❤ યુ દિશા 💕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. 1 કપમેંદો
  2. 100 ગ્રામબટર (રુમ ટેમ્પરેચર વાળું)
  3. 1 ટી સ્પૂનબેકીંગ પાઉડર
  4. 3-4સ્કુપ વેનીલા આઇસક્રીમ (homemade)
  5. 4 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  6. 3-4ટેબલ સપ્પોન ચોકલેટ સોસ
  7. 3/4 કપદળેલી ખાંડ
  8. 1 ટી સ્પૂનવેનીલા એસેન્સ
  9. 100 ગ્રામદૂધ
  10. 3/4 કપચોકલેટ ટોપિંગ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ ને ઢાંકીને ગેસ પર પ્રિહિટ કરવા મૂકો. આંચ ધીમી રાખવી. ત્યાં સુધી આપણે બ્રાઉની બનાવવાની તૈયારી કરેલી લેવી.

  2. 2

    એક મિક્ષિન્ગ બાઉલ માં બટર, દળેલી ખાંડ ને નાંખી. સારી રીતે ફેટી લો. હવે તેમાં વેનીલા એસેન્સ ઉમેરો, અને સારી રીતે મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં દૂધ ઉમેરો. હવે તેમાં ચોકલેટ ટોપિંગ ઉમેરી તેને પણ સારી રીતે નિક્સ કરો.

  4. 4

    આ મિશ્રણ ની ઉપર મોટી ચારણી રાખી, તેમાં મેંદો, બેકીંગ પાઉડર, કોકો પાઉડર નાંખી, ચાળી લો. બધા ને સારી રીતે મિક્સ કરો. ખૂબ સારી રીતે ફેંટો. જેથી એક સ્મૂથ મિશ્રણ તૈયાર થાય.

  5. 5

    હવે એક બેકિંગ ટીન ને બટર થી ગ્રીસ કરી લેવું. મેંદા થી ડસ્ટ કરવું. વધારાનો મેંદો ઝાટકીને કાઢી નાંખવો. તેમાં તૈયાર થયેલું મિશ્રણ પાથરવું. ટીન ને 2 -4 વાર ઠપઠપાવવું. હવે તેને પેલેથી પ્રિહિટ કરેલી કડાઈ માં મૂકી, ઢાંકીને, 30 થી 35 મિનિટ માટે ધીમી આંચ પર બેક કરવું.

  6. 6

    35 મિનિટ પછી ચાકૂ કે ટુથપીક બ્રાઉની માં વચ્ચે નાંખી ને ચેક કરવું.. હવે તેને બારે કાઢી ઠંડી થવા દેવી. ઠંડી થાય એટલે ચોરસ ટુકડાં માં કટ કરવી.

  7. 7

    એક પ્લેટ માં નીચે ચોકલેટ ગાર્નાશ ઉમેરો, તેનાં પર બ્રાઉની નો પીસ મૂકો. તેની પર 2 સ્કુપ વેનીલા આઇસક્રીમ મૂકો. તેને થોડી મેલ્ટ થવા દો. હલકી નેલત થાય કે તેનાં પર ચોકલેટ સોસ થી ગાર્નિશ કરો. અહીં તમે ચોકલેટ ચિપ્સ કે કલર ફૂલ સ્પ્રીંકલ્સ થી પણ ગાર્નિશ કરી શકો. 😍

  8. 8

    તો ખાવા માટે તૈયાર છે..

    "એંગલેસ બ્રાઉની"
    *****************
    ખાઓ અને બધા ને ખવડાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asha Galiyal
Asha Galiyal @cook_28299630
પર
Cooking is my passion ❤️ I love Cooking 💕💕💕
વધુ વાંચો

Similar Recipes