પનીર ચીઝી ભાખરી પીઝા (Paneer Cheesy Bhakhri Pizza Recipe In Gujarati)

પીઝા એ બાળકો નું ફેવરીટ ફાસ્ટ ફૂડ છે. પણ એને જો હેલ્ધી રીતે બાળકો ને આપવામાં આવે તો!!!
હા, આ ભાખરી પીઝા એ બાળકો માટે પીઝા નું એક હેલ્ધી વર્ઝન છે જેમાં ન તો મેંદો, યીસ્ટ, બેકીંગ પાઉડર કે બેકીંગ સોડા નો ઉપયોગ થાય છે. અને આ પીઝા તમે તવા પર પણ આસાની થી બનાવી શકો છો.
અને આ પીઝા નાના મોટા સૌને ભાવશે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ના લોટ માં તેલ નું મોણ મૂકી જરૂર મુજબ પાણી ઉમેરી કડક કણક તૈયાર કરવી. હવે ભાખરી વણી બંને બાજુ શેકી લેવી
- 2
હવે એક કડાઈ માં બટર મૂકી એમાં ડુંગળી, કેપ્સીકમ, મકાઈ અને પનીર સાંતળી લેવું
- 3
હવે ભાખરી ઉપર કેચઅપ લગાવી ઉપર ટોપીંગ મૂકી ચીઝ છીણવું ઉપર ઓલીવ્સ મૂકવાં
- 4
હવે પેન ગરમ કરી એમાં ભાખરી પીઝા મૂકી ધીમા તાપે ચીઝ મેલ્ટ થાય અને નીચે થી ક્રીસ્પી થાય ત્યાં સુધી કૂક કરવું
- 5
હવે પીઝા કટ કરી કેચઅપ સાથે સર્વ કરવાં
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)