ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

#EB
#Week13
#MRC
પીઝા ની વાત આવે એટલે બધાના દિવાળી મોટાને ભાવતું જ હોય છે અને હમણાં જૈન માં મેંદો ખાતા નથી ચોમાસુ ચાલુ થઈ ગયું છે તો આ વખતે ભાખરી પીઝા ની પઝલ આવી તો મારા માટે બહુ ઇઝી રહ્યું આ ભાખરી પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને ખાસ કરીને ચીઝ નથી વાપર્યુ કારણ કે હમણાં ચોમાસુ ચાલતુ હોવાથી જૈન ચીઝ પણ ખાતા નથી તો મેં એની જગ્યાએ પનીર નો યુઝ કર્યો છે રિયલમાં પનીરના ટેસ્ટ થી પીઝા નો ટેસ્ટ સાવ બદલાઈ જાય છે મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવીયા તમે પણ જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો

રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકામાં બંને પ્રકાર નાં ઘઉં નાં લોટ, મીઠું અને તેલ ઉમેરવા. પાણી ઉમેરતા જઈ ને તેમાંથી કઠણ લોટ બાંધી લેવો. લોટને ત્રણ થી ચાર મિનિટ સુધી મસળવો. હવે લોટને ઢાંકીને ૧૦ મિનિટ માટે મૂકી રાખો.
- 2
હવે લોટમાંથી જાડી ભાખરી વણી લેવી. હવે ભાખરીને તેલ લગાડેલા ટીન માં ગોઠવીને ૨૦૦ ડિગ્રી પર વીસ મિનિટ માટે પ્રિ હીટેડ ઓવનમાં બેક કરી લેવી. બેક થયા પછી ટીન ને બહાર કાઢી એકદમ ઠંડા થવા દેવા.
- 3
સોસ બનાવવા માટે ટામેટાં ને ઉકળતા પાણીમાં ઉમેરી ૫ થી ૮ મિનીટ માટે બાફી લેવા. હવે તેની છાલ કાઢીને મિક્સરમાં વાટીને પ્યુરી બનાવી લો. એક પેનમાં તેલ ગરમ થાય તેમાં અજમો ઉમેરવા. હવે તેમાં તજનો પાઉડર, લવિંગ નો પાઉડર, લાલ મરચું, હળદર, મીઠું, ખાંડ ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. મીડીયમ ગેસ પર થોડું જાડું થાય ત્યાં સુધી પકાવવું.
- 4
તૈયાર કરેલા સોસને બેક કરેલી ભાખરી પર પાથરી તેના ઉપર ઝીણા સમારેલા કેપ્સિકમ મુકવા. હવે તેના પર પનીર છીણી ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ માટે પ્રિ હીટેડ ઓવન બેક કરી લેવા.
- 5
રેડી છે ભાખરી પીઝા હેલ્ધી બધા ના ફેવરિટ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)