પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)

Dhruti Kunkna @Dhruti
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌંઆ ને ચાળી લો. હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે શીંગદાણા તળી લો. શીંગદાણા તળાય જાય એટલે ડીશ માં કાઢી લો. પછી પૌંઆ તળવા ના ઝારા વડે પૌંઆ થોડા થોડા કરી ને મીડીયમ ફ્લેમ પર તળી લો. પૌંઆ તળાય જાય એટલે એક બાઉલ માં કાઢી લો.
- 2
હવે એક પેન મા 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને હળદર ઉમેરો. ત્યાર બાદ તેમાં મીઠા લીમડા નાં પણ ઉમેરી સાંતળી લો. પછી તેમાં દાળિયા ની દાળ ઉમેરો. તેને 2 મિનીટ માટે સાંતળી લો.પછી ગેસ બંધ કરી દો. પછી તેમાં પૌંઆ અને શીંગદાણા ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો. પછી બધુ મિક્સ કરી દો. ચેવડા ને એરટાઈટ ડબ્બા માં ભરી લો. તો તૈયાર છે પૌંઆ નો ચેવડો
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15385131








ટિપ્પણીઓ