બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
4 સર્વિંગ્સ
  1. લીટર દૂધ
  2. ૭-૮ ચમચી ખાંડ (ટેસ્ટ મુજબ)
  3. ૨ ચમચીમીલ્ક પાઉડર
  4. ૧/૩ કપબદામ
  5. ૧ ચમચીકાજુ કતરણ
  6. ૧ ચમચીબદામ કતરણ
  7. ૧ ચમચીપીસ્તા કતરણ
  8. ૩ નંગઇલાયચી

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બદામને પાણીમાં પલાળી દો. ૮-૧૦ મીનીટ પછી તેની છાલ કાઢી નાખો.

  2. 2

    હવે દૂધને ગરમ કરવા મૂકો. એક ઉભરો આવી જાય એટલે તેને ધીમા તાપે ઉકાળો.

  3. 3

    એક મીક્સર જારમાં ફોલેલી બદામ અને થોડુ દૂધ લઈ દળદળી પેસ્ટ બનાવીલો. તેને દૂધમાં નાખી હલાવી ઉકાળો.

  4. 4

    એક વાટકીમાં મીલ્ક પાવડરને દૂધમાં ઘોળી ગરમ દૂધમાં નાખી દો. તેમા ખાંડ નાખી દૂધ અડધુ થઈ જાય સહેજ ઘાટુ થઈ જાય ત્યા સુધી ઉકાળો.

  5. 5

    દૂધ સરસ ઉકળી જાય ને થીક થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમા એલચીનો પાઉડર કરી નાખી હલાવી ઠંડુ કરી લો.

  6. 6

    તેને ફ્રીઝમાં ૪-૫ કલાક ઠંડુ કરવા મૂકી દો. ચીલ્ડ થઈ જાય એટલે તેમા કાજુ, બદામ, પીસ્તાની કતરણ નાખી સર્વ કરો. તો તૈયાર છે ઠંડુ કૂલ કૂલ બદામ શેક.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes