મિક્ષ વેજ રવા હાંડવો (Mix Veg. Rava Handvo Recipe In Gujarati)

હાંડવો ગુજરાતી ના લગભગ બધા જ ઘર માં બન્યો જ હોય છે. આજે મેં મિક્ષ વેજ રવા હાંડવો બનાવ્યો.
મિક્ષ વેજ રવા હાંડવો (Mix Veg. Rava Handvo Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી ના લગભગ બધા જ ઘર માં બન્યો જ હોય છે. આજે મેં મિક્ષ વેજ રવા હાંડવો બનાવ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં સોજી, રવો અને બેસન ને મિક્ષ કરો.
- 2
તેમાં દહીં ઉમેરો અને હલાવી ને મિક્ષ કરો. પાણી ઉમેરી હાંડવા માટે નું ખીરું તૈયાર કરો.
- 3
તેમાં સમરેલા વેજીટેબલ ઉમેરો.કોથમીર ઉમેરો.
- 4
હવે આદુ મરચા કાપી ને ઉમેરો.
- 5
સૂકા મસાલા માં મરચું અને હળદર ઉમેરો.
- 6
સ્વાદ અનુસાર મીઠુ ઉમેરો.
- 7
જણાવ્યા અનુસાર બધી જ સામગ્રી ઉમેરી હાંડવાનું જાડુ ખીરું ચમચા થી હલાવી તૈયાર કરો.
- 8
ખીરા ને 10 મિનિટ રેસ્ટ કરવા મુકો.
- 9
હવે કડાઈ માં તેલ મૂકી, ગેસ ચાલુ કરો.તલ અને રાઈ ને તતડવા દો.સૂકું લાલ મરચું ઉમેરો.હિંગ ઉમેરો.
- 10
ખીરા માખવા નો સોડા ઉમેરી, ગરમ તેલ થોડું ખીરા માં સોડા ઉપર ઉમેરી હલાવો
- 11
ગેસ ધીમો કરી કડાઈ માં તૈયાર ખીરું પાથરો.
- 12
કડાઈ ને ઢાંકી ને 5 મીનિટ હાંડવા ને શિજવા દો. ઉપર ની સાઈડ પર તલ ભભરાવો.
- 13
5 મીનિટ પછી હાંડવા ને ઉથલાવો. પછી હાંડવાની બીજી બાજુ ને 5 મિનિટ સિજવા દો.
- 14
તૈયાર થયેલ હાંડવા ને પ્લેટ માં લઇ ચા, ચટણી, સોસ વગેરે સાથે પીરસી શકાય.
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ