બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બરાબર ધોઇને પાણી ઉમેરી બાફી, ઠંડા કરી, છાલ કાઢીને તેનો માવો તૈયાર કરી લો. હવે માવામાં મીઠું અને હળદર ઉમેરી બરાબર હાથેથી મિક્સ કરો...
- 2
હવે એક પેન માં તેલ લઈ, તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠાં લીમડાનાં પાન, આદું, મરચાં, ગરમ મસાલો ઉમેરી વઘાર કરી તેમાં બટાકાનો માવો ઉમેરી બરાબર હલાવી લો..
- 3
હવે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ તથા કોથમીર ઉમેરીને મિક્સ કરી માવાને ઠંડુ કરી લો અને તેમાંથી મધ્યમ કદના ગોળા વાળી લો..
- 4
હવે પેન માં તેલ ગરમ કરવા મૂકો અને ખીરું બનાવવા માટેની સામગ્રી ભેગી કરી ખીરું બનાવી લો...
- 5
હવે તૈયાર કરેલા ગોળને ખીરામાં બોળી ગરમ કરેલા તેલમાં મધ્યમ આંચ પર તળી લેવા. હવે તેને ગરમાગરમ દહીં ની ચટણી અને લીલાં તળેલા મરચાં સાથે સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15389043



ટિપ્પણીઓ (2)