ટોપરા પાક (Topra paak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં દૂધ ગરમ કરવા મૂકી એમાં ખાંડ નાખી સતત ચલાવતા રહો. એક ઉભરો આવે પછી એમાં કોપરા ની છીણ અને એક ચમચી ઘી અને ઈલાયચી પાવડર ઉમેરી ભેળવી લો.
- 2
પછી આ મિશ્રણ નાં બે ભાગ કરી લો. એક માં લીલો ફૂડ કલર નાખી મિક્સ કરો અને બીજો ભાગ એમ જ સફેદ રાખો.
- 3
એક ડબ્બા માં પહેલા લીલા કલર નું મિશ્રણ પાથરી ઉપર સફેદ મિશ્રણ પાથરો. ઉપર પિસ્તા લગાડો અને અડધો કલાક માટે ઠંડુ પડવા દો.
- 4
ઠંડુ પડે પછી કટકા પાડી ટોપરા પાક સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15411782






ટિપ્પણીઓ (8)