દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)

Sunita Ved @cook_25903171
દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ધોઈ ને ખમણી લેવી,હવે એક કડાઈમાં માં ઘી નાખો,ગરમ થાય એટલે તેમાં દૂધી નાખી સાંતળી લો,
- 2
હવે દૂધી સંતળાઈ જાય એટલે તેમાં દૂધ નાખી થવા દેવું,દૂધ શોસાઈ જાય મતલબ મિશ્રણ જાડું થાય એટલે તેમાં મલાઈ નાખી દેવી,અને કીસમીસ નાખી ફરિ થવા દેવું,થોડી _થોડી વારે ચલાવતા રેવું નહિ તો તળિયે ચોંટી જશે,
- 3
મિશ્રણ થોડુ હલકું અને ઘી છૂટવા જેવું લાગે ત્યારે તેમાં ખાંડ એડ કરવી,અહી થોડું ગ્રીન કલર નાખી દેવું ફરી મિશ્રણ પાતળું થશે,તેને પણ હલાવતા જવું,હલવો બની જશે તો આ મિશ્રણ માંથી ઘી છૂટવા લાગશે,ત્યારે તેમાં ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરી ને બીજા વાસણ માં કાઢી તેની પર બદામ અને કાજુ ની કતરણ ભભરાવવી,બસ તૈયાર છે દૂધી નો હલવો,બરફી બનાવવી હોય તો ૨૦૦ ગ્રામ માવો નાખવો,મે અહી હલવો બનાવ્યો છે તો માવો નથી નાખ્યો,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15448449



ટિપ્પણીઓ