મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નો જાડો લોટ
  2. 1/2 કપઘી+1 ટેબલ સ્પૂન ઘી
  3. 2 ટેબલ સ્પૂન દૂધ
  4. +1+1/2ટેબલ સ્પૂન દૂધ
  5. 1/2 કપખાંડ
  6. 1 ટી સ્પૂનઇલાયચી,જાયફળ, જાવંત્રી પાઉડર
  7. 7-8બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    11/2ટેબલ સ્પૂન દૂધ અને 1 ટેબલ સપુ ઘી ને થોડું ગરમ કરી લોટ માં એડ કરી હાથેથી મિક્સ કરી ઢાંકી ને 1/2 કલાક રાખી દો.આ પ્રોસીઝરને ધાબો દીધો કહેવાય

  2. 2

    1/2 કલાક પછી લોટ ને ચારણી માં લઇ ચાળી લો.

  3. 3

    નોન સ્ટીક પેન માં ઘી લઈ ઘી ગરમ થાય એટલે લોટ એડ કરી ધીમી આંચે લોટ ને શેકો. લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા નો છે.

  4. 4

    તપેલી માં ખાંડ લઈ ખાંડ ડૂબે એટલું પાણી એડ કરી એકતારી ચાસણી બનાવી લો.

  5. 5

    લોટ શેકાય જાય એટલે તેમાં ઇલાયચી અને જાયફળ-જાવંત્રી પાઉડર એડ કરી મિક્સ કરો. 2 ટેબલ સ્પૂન દૂધ એડ કરી મિક્સ કરો.ચાસણી એડ કરી મિક્સ કરો.

  6. 6

    ચોરસ મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી તેમાં મોહનથાળ ઢાળી દો. ઉપર બદામની કતરણ પાથરો.

  7. 7

    6-7 કલાક ઠંડુ થવા દો. ઠંડુ થાય પછી તેમાંથી પીસ કટ્ટ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes