મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)

#PR
#Cookpadindia
#Cookpadgujrati
#Jain
જૈન લોકો પર્યુષણનું પર્વ 8 થી 10 દિવસ સુધી ઉજવે છે. ખરું જોતાં આ પર્વ શરીર માં થી વિષ ઉત્પાદક પરિબળો અને મન માં થી લોભ, મોહ , મયા જેવી નકારાત્મક લાગણીઓ સાફ કરી 3 અને મન ને નિર્મળ કરવાનું પર્વ છે. પર્યુષણ નું પર્વ ચોમાસા ની ઋતુ દરમ્યાન આવે છે. અહી ચોમાસા દરમ્યાન લીલા શાકભાજી મી જીવાત નું પ્રમાણ વધુ હોવાનું શક્યતા રહેલી છે. જો તેમને રાંધવામાં આવે , તો ા સૂક્ષ્મજીવો નો નાશ થાય છે. અહી અહિંસા નો હેતુ સિદ્ધ ન થાય, એથી , પર્યુષણ દરમિયાન લીલા શાકભાજી ખાવાનો જૈન ધર્મ માં નિષેધ ફરમાવવામાં આવેલ છે.ચોમાસા દરમ્યાન જીવાણું યુક્ત શાકભાજી આરોગવાથી પાચનતંત્ર માં ઇન્ફેક્શન , અપચો અને મરડો થવાની શક્યતા વધુ રહેલી હોઈ, સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે.માટે મે અહી સૂકી મેથી અને પાપડ નું ખૂબ ટેસ્ટી શાક બનાવ્યું છે જે રોટલી ,પરોઠા કે ખાખરા જોડે ખૂબ સરસ લાગે .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેથી ને 4 કલાક પલાળી ને રાખો.હવે મેથી ને બે પાણી થી ધોઈ લો અને એક કડાઈ માં બે કપ પાણી નાખી મેથી ને બાફી લો.મેથી ને છૂટી જ બાફવી કુકર માં નહિ જેથી તેની કડવાશ નીકળી જાય.હવે બાફેલી મેથી ને બે વાર ધોઈ લો અને નિતારી લો.
- 2
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ મૂકો તેમાં રાઈ જીરૂ તતડાવો pchhi તેમાં સૂકું લાલ મરચું તમાલપત્ર અને ચપટી હિંગ નાખો અને ગેસ બંધ કરી દો.હવે તેમાં હળદર,લાલ મરચું,ધાણાજીરું ઉમેરી મિક્સ કરી લો.હવે ગેસ ચાલુ કરી તેમાં મેથી ઉમેરો અને એક ગ્લાસ પાણી ઉમેરી હલાવો.હવે તેમાં જરૂર મુજબ મીઠું અને 1 ટી સ્પૂન ખાંડ નાખી ઉકળવા દો એક ઉભરો આવે એટલે પાપડ ના ટુકડા નાખી એક મિનિટ પ છી ગેસ બંધ કરી દો.તૈયાર છે મેથી પાપડ નું શાક.
- 3
ગરમ ગરમ મેથી પાપડ ના શાક ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)