રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 વાટકી માં સ્ટફિંગ ની સામગરી લઈશું. કાજુ, બદામ ના ટુકડા, દ્રાક્ષ, મીઠું, ઈલાયચી પાઉડર, ખાંડ અને કાળા મરી પાઉડર લઈશું. હવે ચટણી બનાવીશું. તેના માટે 1 જાર માં ચટણી માટે ની સામગ્રી લઈને મિક્સર માં પીસી લો.
- 2
હવે પનીર ના ચોરસ 1 સરખા ટુકડા કરી લો. જે આજુબાજુનો ભાગ વધે તેને સ્ટફિંગ માટે વાપરી લેવાનો છે. સ્ટફિંગ માટે ના મિશ્રણ માં ચટણી અને પનીર ઉમેરીને મિક્સ કરી લો. આ મિશ્રણ ne પનીર ની સ્લાઇસ પર મૂકી uoar biji સ્લાઇસ મુકી sandwich બનાવી લો.
- 3
1 વાટકી માં કોર્ન ફ્લોર અને મેંદો ane પાણી લઈ મિશ્રણ તૈયાર કરો. પનીર sandwich ને આ ખીરા માં ડીપ કરીને ગરમ તેલ ma તળી લો.
- 4
હવે ગ્રેવી બનાવીશું. તેના માટે 1 વાસણ માં પાણી ગરમ કરવા મૂકો. ઊકળે એટલે ડુંગળી, લીલા મરચાં, આદુ, લસણ, તમાલપત્ર, મોટી ઈલાયચી, મીઠું, કાજુ અને હળદર ઉમેરી 10 મિનિટ જેટલું ઉકળવા દો.
- 5
મિશ્રણ ને ઠંડુ પાડવા દો. મિશ્રણ ઠંડુ પડે એટલે mixer માં ક્રશ કરી લો. હવે પેન માં તેલ અને ઘી ગરમ મૂકો. તેમાં તજ ના ટુકડા અને ઈલાયચી નાખો. આદુ લસણ ની પેસ્ટ ઉમેરો. સંતળાઈ જાય એટલે ગેસ ધીમો કરીને લાલ મરચું પાઉડર ઉમેરો. ત્યારબાદ તેમાં ગ્રેવી ઉમેરો અને સરખું હલાવી લો. હવે તેમાં બધા મસાલા ઉમેરો. ધાણા જીરું, કિચન કિંગ મસાલો ઉમેરો.
- 6
ગ્રેવી પેન છોડવા લાગે એટલે તેમાં દહીં અને ક્રીમ ઉમેરો. મીઠું સ્વાદ મુજબ અને ખાંડ ઉમેરો. કસૂરી મેથી અને કોથમીર નાખો. બધું સરખું મિક્સ કરી લો. ગ્રેવી તૈયાર છે.
- 7
પનીર ની sandwich ના વચ્ચે થી ટુકડા કરી લો. હવે સર્વિંગ પ્લેટ માં પહેલા ગ્રેવી નાખો. ઉપર પનીર sandwich ના ટુકડા મૂકો. કોથમીર, કસૂરી મેથી ના પાઉડર થી ગાર્નિશ કરી સર્વ કરો. મેં જોડે નાન સર્વ કરી છે. તમે કોઈ પણ રોટી, પરાઠા સાથે સર્વ કરી શકો છો. ચોક્કસ થી ટ્રાય કરજો આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પસંદા, તમને જરૂર પસંદ આવશે.
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)

























ટિપ્પણીઓ (14)